1. Home
  2. Political
  3. કુંભમાં ફરી લાગી ભીષણ આગ, માંડમાંડ બચ્યા બિહારના રાજ્યપાલ લાલજી ટંડન!
કુંભમાં ફરી લાગી ભીષણ આગ, માંડમાંડ બચ્યા બિહારના રાજ્યપાલ લાલજી ટંડન!

કુંભમાં ફરી લાગી ભીષણ આગ, માંડમાંડ બચ્યા બિહારના રાજ્યપાલ લાલજી ટંડન!

0

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમાં સતત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ફરી એકવાર અહીં એક દુર્ઘટનામાં બિહારના રાજ્યપાલ લાલજી ટંડન માંડમાંડ બચ્યા છે.

મંગળવારે મોડી રાત્રે કુંભમાં લાલજી ટંડનની છાવણીમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ટેન્ટ સંપૂર્ણપણે બળીને ખાખ  થઈ હતો. જે સમયે દુર્ઘટના સર્જાઈ ત્યારે રાજ્યપાલ લાલજી ટંડન સુઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં તેમને કોઈ નુકસાન પહોંચ્યું નથી. પરંતુ તેમના મોબાઈલ, ચશ્મા, ઘડિયાળ અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો છે.

આગ લાગ્યા બાદ લાલજી ટંડનને કુંભમેળામાંથી સર્કિટ હાઉસમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. જણાવવામાં આવે છે કે તેમના ટેન્ટમાં આગ વહેલી સવારે અઢી વાગ્યે લાગી હતી. આગ લાગવાની દુર્ઘટના બાદ બિહારના રાજ્યપાલને સાડા ત્રણ વાગ્યે સર્કિટ હાઉસમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા.

લાલજી ટંડન જે ટેન્ટમાં રોકાયા હતા, તે ટેન્ટ સેક્ટર-20ના અરૈલ વિસ્તારમાં આવેલા ત્રિવેણી ટેન્ટ સિટીમાં છે. શરૂઆતની જાણકારી પ્રમાણે, આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. દુર્ઘટનામાં ટેન્ટ અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

થઈ ચુકી છે દુર્ઘટનાઓ

મહત્વપૂર્ણ છે કે આ પહેલા પણ કુંભ ક્ષેત્રમાં ઘણીવાર આગ લાગવાની દુર્ઘટનાઓ સર્જાઈ ચુકી છે. તાજેતરમાં યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નાથ સંપ્રદાયના છાવણી ક્ષેત્રમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે ટેન્ટ બળીને ખાખ થયા હતા. જો કે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. 15મી જાન્યુઆરીએ કુંભ શરૂ થવાના એક દિવસ પહેલા દિગંબર અખાડાના ટેન્ટમાં આગ લાગી હતી. સિલેન્ડર ફાટવાને કારણે લાગેલી આગમાં દશ ટેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. આ સિવાય પણ આગ લાગવાની ઘણી દુર્ઘટનાઓ અત્યાર સુધી કુંભ ક્ષેત્રમાં થઈ ચુકી છે.

સુરક્ષા પર સવાલ

એક તરફ યુપી અને કેન્દ્રની ભાજપ સરકારો સતત સફળ કુંભ મેળાના આયોજનની વાતો કરી રહી છે, તો બીજી તરફ આવા પ્રકારની દુર્ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં ફરી એકવાર કુંભમેળાની સુરક્ષા વ્યવસ્થા, પ્રશાસન દ્વારા કરવામાં આવેલી અન્ય વ્યવસ્થાઓ પર પણ સવાલ ઉભો થયો છે.

tags:

LEAVE YOUR COMMENT