in ,

અમદાવાદમાં વીએસ હોસ્પિટલની જૂની બિલ્ડીંગમાં લાગી આગ

અમદાવાદઃ શહેરમાં મનપા સંચાલિક વી.એસ.હોસ્પિટલની જૂની બિલ્ડીંગમાં આવેલા ઓપરેશન થીયેટરમાં આગ લાગતના નાસભાગ મચી ગઈ હતી. શોર્ટ સરકીટના કારણે લાગેલી આગ ઉપર ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. જો કે, સદનસીબે આગના આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં મનપા સંચાલિત વી.એસ.હોસ્પિટલની જૂની બિલ્ડીંગમાં ત્રીજા માળે આવેલા ઓપરેશન થિયેટરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ થતા જ હોસ્પિટલના સત્તાધીશો અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. હોસ્પિટલના ત્રીજા માળે લાગેલી આગને પગલે હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ અને તેમના પરિવારજનોના જીવ તાળવે ચોંટી ગયા હતા. એમ્બ્યુલન્સ સહિત 3 ગાડીઓ સાથે વી.એસ.હોસ્પિટલ દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ઓપરેશન થિયેટરના એ.સીમાં શોર્ટ સરકીટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાતમાં મોબાઈલ ફોનના સતત ઉપયોગથી 30 ટકા લોકોની આંખો સૂકાઈઃ 10 ટકા બાળકોની આંખો થઈ ત્રાંસી

આકાશ વિજયવર્ગીય પર પીએમ મોદીના આકરા વેણ, બોલ્યા- કોઈપણનો પુત્ર હોય, પાર્ટીમાંથી હાંકી કાઢવો જોઈએ