in ,

અમદાવાદમાં AMTS બસમાં આગઃ મોટી જાનહાની ટળી

અમદાવાદઃ શહેરના ગુજરાત યુનિવર્સિટી પાસે બસ સ્ટેન્ડ નજીક ઉભેલી બસમાં અચાનક આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલા AMTS બસ સ્ટોપ પાસે ઉભેલી એક બસમાં આગ લાગી હતી. કોલેજ અને નોકરીએ જવાનો સમયે ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલા AMTS બસ સ્ટોપ પાસે ઉભેલી એક બસમાં બસનો ડ્રાઇવરે બસ ચાલુ કરતા અચાનક ધૂમાડા નીકળવાનો ચાલુ થયો હતો અને જોતજોતામાં આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં બસ આગની લપેટમાં આવી ગઈ હતી. બસનો ચાલક અને કંડકટર સમય સૂચકતા દાખવીને તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા. આ બનાવને પગલે રોડ ઉપરથી પસાર થતા લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં કોઈપણ જાનહાની થઈ નથી. બસમાં કયા કારણોસર આગ લાગી હતી તે હજુ સુધી જાણી શકાયું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

354 કરોડ રૂપિયાના બેંક ઘોટાળામાં રતુલ પુરી વિરુદ્વ CBIએ દાખલ કર્યો કેસ

ઓટો સેક્ટરમાં 10 લાખ જૉબ પર ખતરો, અશોક લીલેન્ડે કર્મચારીઓને નોકરી છોડવાની આપી ઓફર