REGIONALગુજરાતી

ગુજરાત યુનિવર્સિટીના ઈતિહાસનો પ્રથમ કિસ્સોઃ વિદ્યાર્થીને મરણોપરાંત PHDની ડિગ્રી એનાયત

  • વિદ્યાર્થીએ વર્ષ 2013માં PHDમાં પ્રવેશ મળવ્યો હતો
  • એપ્રિલ 2019માં PHDની થીસિસ સબમીટ કરી હતી
  • મે મહિનામાં વિદ્યાર્થીનું થયું હતું અવસાન

અમદાવાદઃ બ્રેઈન સ્ટ્રોકના કારણે મૃત્યુ પામેલા વિદ્યાર્થીને મરણોપરાંત પીએચડીની ડિગ્રી એનાયત કરવાનો ગુજરાત યુનિવર્સિટીએ નિર્ણય કર્યો છે. પ્રતિક થાનાવાલા નામના વિદ્યાર્થીની બહેન વૈશાલીએ ગુજરાત યુનિવર્સિટીને મરણોપરાંત PHDની ડિગ્રી મેળવવા માટે કરેલી અરજી માન્ય રખાઈ છે. આ સાથે જ સત્તાધીશોએ દાવો કર્યો છે કે, રાજ્યની 60 યુનિવર્સિટીમાં તેમજ યુનિવર્સિટીના 70 વર્ષના ઈતિહાસમાં મરણોપરાંત પીએચડીની ડિગ્રી આપવાનો આ પ્રથમ કિસ્સો છે. 

યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યુ હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યૂટર સાયન્સમાં પ્રતિક થાનાવાલાએ 2013માં પીએચડીમાં પ્રવેશ લીધો હતો. રિસર્ચ એન્ડ ડેવલમેન્ટ કમિટી તરફથી તેમને પ્રો ડો. જ્યોતિ પારિક ગાઈડ તરીકે એલોટ કરાયા હતા. પ્રતિક થાનાવાલાએ એપ્રિલ 2019માં પીએચડીની થીસિસ સબમીટ કરી હતી. પીએચડી માટેનો માત્ર વાયવા બાકી હતો, ત્યારે મે મહિનામાં તેમનું અવસાન થયું હતું. અંતે તેમને મરણોપરાંત ડિગ્રી આપવાનો નિર્ણય ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયો છે.

મૃતક વિદ્યાર્થીની બહેન વૈશાલી થાનવાલાએ જણાવ્યું હતું કે, ભાઈ ગુમાવ્યાનું દુ:ખ છે, પણ સાથે જ તેની ઈચ્છા પૂરી થઈ છે. કમ્પ્યૂટર સાયન્સમાં પીએચડી કરવાનું મારા ભાઈનું ડ્રીમ હતું. યુનિવર્સિટી સત્તામંડળના હકારાત્મક પ્રતિસાદના કારણે તેમનું સ્વપ્ન પૂર્ણ થયાનો આનંદ છે.

Related posts
BEAUTYગુજરાતી

બ્યુટી પાર્લરમાં બનતા મોંઘા ફેશિયલને બનાવો ઘરે બેઠા, સંતરાની છાલનો કરો આ રીતે ઉપયોગ

સંતરા અથવા નારંગીના છે અનેક ફાયદા ચહેરાની સુંદરતા વધારવામાં પણ છે ઉપયોગી ઘરે બેઠા જ બનાવી શકો છે ફેશિયલ પેક બજારમાં આજે…
Regionalગુજરાતી

ભૂમિ સુપોષણ અભિયાન: ગુજરાતમાં યોજાશે ભૂમિપૂજન કાર્યક્રમ, 6000 ગામોમાં ખેડૂતો ભૂમિ સુધારણાનો લેશે સંકલ્પ

રાસાયણીક ખાતર-જંતુનાશક દવાઓથી જમીનની ફળદ્રુપતા નષ્ટ થઇ ચૂકી છે આ સંજોગોમાં ધરતી માતાને ફરીથી ફળદ્રુપ બનાવી નવપલ્લવીત કરવી આવશ્યક છે આ જ…
Nationalગુજરાતી

હવે ઘરેલૂ ફ્લાઇટમાં ભોજન નહીં મળે, જાણો ઉડ્ડયન મંત્રાલયનો નિર્ણય

કોરોનાના સ્ફોટક સંક્રમણ વચ્ચે નાગરિક વિમાન મંત્રાલયે લીધો નિર્ણય વિમાન મંત્રાલયે કોરોનાને કાબૂ કરવાની દિશામાં મોટું પગલું ભર્યું 2 કલાકથી ઓછી સ્થાનિક…

Leave a Reply