1. Home
  2. ગુજરાતી
  3. અજય દેવગનની ફિલ્મ ‘ભુજ-ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયા’નો ફર્સ્ટ લુક રિલીઝ- 14 ઓગસ્ટે સિનેમા ઘરોમાં રિલીઝ થશે
અજય દેવગનની ફિલ્મ ‘ભુજ-ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયા’નો  ફર્સ્ટ લુક રિલીઝ- 14 ઓગસ્ટે સિનેમા ઘરોમાં રિલીઝ થશે

અજય દેવગનની ફિલ્મ ‘ભુજ-ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયા’નો ફર્સ્ટ લુક રિલીઝ- 14 ઓગસ્ટે સિનેમા ઘરોમાં રિલીઝ થશે

0

બૉલિવૂડ ફિલ્મ અભિનેતા અજય દેવગન દેશભક્તિની ઘણી ફિલ્મમોમાં કામ કરી ચૂક્યા છે, ત્યારે આ વર્ષના ઓગસ્ટ મહિનામાં તેઓ ફરી એકવાર દેશભક્તિની ફિલ્મ ‘ભુજ’માં વાયુસેનાના અઘિકારીના રુપમાં જોવા મળશે.ફિલ્મ ‘ભુજ-ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયા’માં અજય દેવગન મુખ્ય રોલમાં છે.આ ફિલ્મનો પ્રથમ લુક જાહેર થયો છે.

વર્ષ 1971મા ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધની ગાથા આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે.ફિલ્મ ભુજ-ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા આ વર્ષેએ ઓગસ્ટ મહિનાની 14 તારીખે રિલીઝ કરવામાં આવશે.આપણે સૌ જાણીયે છે 14 ઓગસ્ટ પાકિસ્તાન માટે સ્વતંત્રતાનો દિવસ છે.જ્યારે આ  દિવસે પાકિસ્તાની જનતા સ્વતંતા દિવસની ઉજવણી કરી રહી હશે ત્યારે આજ દિવસે અજયની આ ફિલ્મ સિનેમા ઘરોમાં પાકિસ્તાની સેનાને માત આપતી જોવા મળશે,આ ફિલ્મમાં પાકિસ્તાની ફોજ સાથે ટક્કર આપવા માટે  જય દવગન સાથે સંજયદત્ત પણ જોવા મળશે.

નિર્દેશક અભિષેક દુઘિયાએ પોતાની ફિલ્મ ભુજ-ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાનો ફર્સ્ટલુક જારી કર્યો છે,આ ફિલ્મમાં મુખ્ય રોલમાં અજય દેવગન ઘાકડ વાયુસેનાના અઘિકારીના લુકમાં જોવા મળ્યો છે,જેમાં તેમણે ભારતીય વાયુસેનાની પ્રાઈડ હેટ પહેરેલી જોવા મળે છે તે સાથે જ અજયની પાછળ ભારતીય વાયુસેનાનું એક પ્લેન પણ જોવા મળે છે જેમાં ભારતનો ઝંડો શાન સાથે લહેરાતો આપણે જોઈ શકીયે છીએ.

આ ફિલ્મની સ્ટોરી વર્ષ 1971મા ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલેલા યુદ્ધની છે,જેમાં અજય દેવગન સ્કૉડ્રન લીડર વિજય કાર્ણિકનું પાત્ર ભજવતા જોવા મળશે,સ્કૉડ્રન લીડર કાર્ણિક એટલે એ જ અઘિકારી છે કે જેણે, પોતાના સુઝબુઝથી પાકિસ્તાની સેનાને હરાવી હતી.વર્ષ 1971ની લડાઈ દરમિયાન ગુજરાતના ભુજમાં પાકિસ્તાનીઓએ આડેઘડ ફાયરિંગ કર્યું હતું અને ત્યાના તમામ એરસ્પેસને નુકશાન પહોંચાડ્યું હતું.ત્યાર બાદ ભુજ એરબેઝના ઈન્ચાર્જ સ્કૉડ્રન લીડર વિજય કાર્ણિકએ ભુજના આજુબાજુના વિસ્તારોમાં રહેનારી અંદાજે 300 જેટલી મહિલાઓને ફરી વખત હવાઈ-પટ્ટી બનાવવા માટે મનાવી હતી.જેના માઘ્યમથી ભારતીય વાયુ સેનાના વિમાનોને સુરક્ષિત રીતે નીચે લાવી શકાયા હતા.આ ફિલ્મમાં એજ બહાદુર વિજય કાર્ણિકની કહાનિ દર્શાવામાં આવી છે.

તે સમયે ભારતને હરાવવા માટેનું આ પાકિસ્તાનનું કાવતરું હતું,આ કાવતરું એમ હતું કે જો ભુજનું એરબેઝ નષ્ટ થઈ જાય તો ભારતીયો તરફથી હવામાં લડવામાં આવતું યુદ્ધ નબળું પડી જશે,વાયુસેનાના અઘિકારીો હિમ્મત હારી જશે,પરંતુ તે સમયે કદાચ પાકિસ્તાનને અંદાજો નહી હોય કે ભારતયીય વાયુસેનામાં ઘાકડ એવા વિજય કાર્ણિક સામેલ છે,એ વિજય કાર્ણિક જ હતા કે જેમણે પોતાની બુદ્ધી અને તર્કથી દુશ્મના નાપાક ઈરાદાને ઘૂળ ચટાડી હતી.

અજય દેવગન સ્ટારર ફિલ્મ ભુજ એ અભિષેક દુઘિયાની નિર્દેશક તરીકેની પ્રથમ ફિલ્મ છે,જો કે આ પ્રકારના રોલ કરવા માટે અજય દેવગન શ્રેષ્ઠ અભિનેતા સાબિત થયા છે,આ પહેલા પણ દેશ ભક્તી ફિલ્મો દિલજલે,મેજર સાબ,હિન્દુસ્તાન કી કસમ જેવી ફિલ્મો આપી ચૂક્યા છે, તે સાથે જ તઓની ‘ઘ લીજેન્ડ ઑફ ભગત સિંહ ‘જેવી દેશભક્તીથી ભરપુર ફિલ્મ માટે તેમને કેટલાક પુસ્કારથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.