1. Home
  2. Political
  3. પહેલીવાર વોટર બનેલા યુવાવર્ગના હાથમાં 282 સાંસદોનું કિસ્મત, 12 રાજ્યોમાં જ છે આવી 217 બેઠકો
પહેલીવાર વોટર બનેલા યુવાવર્ગના હાથમાં 282 સાંસદોનું કિસ્મત, 12 રાજ્યોમાં જ છે આવી 217 બેઠકો

પહેલીવાર વોટર બનેલા યુવાવર્ગના હાથમાં 282 સાંસદોનું કિસ્મત, 12 રાજ્યોમાં જ છે આવી 217 બેઠકો

0

2019ની લોકસભા ચૂંટણીમાં 8.1 કરોડ મતદાતા એવા છે કે જેમણે 2014ની લોકસભાની ચૂંટણી બાદ 18 વર્ષની વય પૂર્ણ કરી છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર વોટિંગ કરનારા આવા મતદાતાઓ ઓછામાં ઓછી 282 લોકસભા બેઠકોના મત સમીકરણોને બનાવી કે બગાડી શકે તેમ છે.

લોકસભાની ચૂંટણી 2019માં 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યુવાવર્ગની નિર્ણયાક ભૂમિકા હશે. ચૂંટણી પંચના આંકડાના વિશ્લેષણના આધારે જાણકારી મળી રહી છે કે આ બેઠકો પર 201માં જીતનું જેટલું અંતર હતું, 2019માં પહેલીવાર વોટિંગ કરનારાઓની સંખ્યા તેનાથી ઘણી વધારે હોવાની સંભાવના છે. 1997 અને 2001ની વચ્ચે જન્મેલા મતદાતાઓ ગત લોકસભા ચૂંટણીમાં મતદાન માટેની 18 વર્ષની વયમર્યાદાની લાયકાત પૂર્ણ કરતા ન હતા.

હવે અનુમાન છે કે 2019ની ચૂંટણીમાં લોકસભાની દરેક બેઠક પર સરેરાશ 1.49 લાખ વોટર એવા હશે કે જેઓ પહેલીવાર વોટિંગ કરશે. આ આંકડો 201માં 297 બેઠકો પર જીતના અંતરથી વદારે છે. તેમાંના કેટલાક મતદાતાઓએ 2014 પછીની વિધાનસભા ચૂંટણીઓમાં વોટિંગ કર્યું હશે. પરંતુ લોકસભાની ચૂંટણીમાં તેઓ પહેલીવાર વોટિંગ કરવાના છે.

રાજ્યના સ્તર પર દરેક લોકસભા બેઠક પર પહેલીવાર વોટિંગ કરનારા 18થી 22 વર્ષીય વોટર્સના સરેરાશ અને તેમની બેઠકો પર 201માં જીતના અંતરની સરખામણીમાં રસપ્રદ જાણકારી સામે આવી રહી છે. આવા ફર્સ્ટ ટાઈમ વોટર્સ લોકસભાની 282 બેઠકો પર અસર પાડી શકવા મટે સક્ષમ છે. આ આંકડો લોકસભાના બહુમતીના આંકડાથી પણ વધારે છે. આ વિશ્લેષણ એવા નવા મતદાતાઓ પર આધારીત છે કે જેઓ 2014ની લોકસભાની ચૂંટણી બાદ 18 વર્ષના થયા અને વાર્ષિક સમીક્ષા દરમિયાન મતદાતા યાદીમાં સામેલ થયા છે.

આવી 282 લોકસભા બેઠકોમાંથી 217 બેઠકો તો દેશના બાર મોટા રાજ્યોમાં આવેલી છે. જેમાં પશ્ચિમ બંગાળની 32, બિહારની 29, યુપીની 24, કર્ણાટકની 20, તમિલનાડુની 20, રાજસ્થાનની 17, કેરળની 17, ઝારખંડની 13, આંધ્રપ્રદેશની 12, મહારાષ્ટ્રની 12, મધ્યપ્રદેશની 11 અને આસામની દશ લોકસભા બેઠકોનો સામાવેશ થાય છે. આ 12 રાજ્યોમાં 2014 બાદ નવા વોટર્સની રાજ્યવાર સરેરાશ ગત લોકસભા ચૂંટણીમાં જીતના અંતરથી વધારે છે.

સૌથી વધારે બેઠકોવાળા ઉત્તરપ્રદેશમાં નવા વોટર્સની સરેરાશ સંખ્યા 1.15 લાખ છે. યુપીમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં બેઠકો પર જીતની સરસાઈનો સરેરાશ 1.86 લાખથી ઓછો હતો. જો કે 2014માં યુપીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી અલગ-અલગ ચૂંટણી લડી હતી અને હવે 2019માં બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન થઈ ચુક્યુ છે. તેવામાં નવા વોટર્સ ચૂંટમીની લડાઈની દિશાને બદલે તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણી 2019માં લગભગ 8.1 કરોડ મતદાતા એવા હશે કે જેઓ લોકસભામાં પહેલીવાર વોટિંગ કરશે.

LEAVE YOUR COMMENT