in ,

બનાસકાંઠામાં હની ટ્રેપમાં ફસાવીને નાણા પડાવતી ટોળકી ઝડપાઈ

ડીસાઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વેપારી અને યુવાનોને હની ટ્રેપમાં ફસાવીને નાણા પડાવતી ટોળકી સક્રીય થઈ છે. દરમિયાન બનાસકાંઠાના પાલનપુરમાં લોકોને હની ટ્રેપમાં ફસાવીને પૈસા પડાવતી મહિલા અને તેના ચાર સાગરિતોને ઝડપી લીધા હતા. તેમની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠામાં રોશની નામની યુવતી વેપારીઓ અને યુવાનોને ફોન ઉપર વાત કરીને લોભામણી લાલચ આપતી હતી. ત્યાર બાદ જે તે વ્યક્તિને લોભામણી લાલચ આપીને એકાંત માણવા બોલાવતી હતી. જ્યારે વ્યક્તિ યુવતી સાથે એકાંત માણવા આવે ત્યારે તેના સાગરિતો બન્નેના ફોટા પાડી લેતા હતા. તેમજ આ ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને નાણા પડાવતા હતા.

બનાસકાંઠાના પાલનપુરમાં હની ટ્રેપમાં ફસાવીને નાણા પડાવતી ટોળકી સક્રીય થઈ હોવાની માહિતીના આધારે પોલીસે ગુપ્ત રાહે તપાસ આરંભી હતી. દરમિયાન રોશની, તેના સાગરિત કલ્પેશ નાનજીભાઈ, દિનેશ નાનજીભાઈ, નારર્ષ પરથીભાઈ અને સુરેશજી ઈશ્વરજી નામના યુવકોને પોલીસે ઝડપી લીધા હતા. તેમજ તેમની પાસેથી ફોન જપ્ત કરીને તપાસ કરતા યુવતીના કેટલાક યુવાનો સાથેના ફોટા પણ મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આ ટોળકીએ અત્યાર સુધી અનેક લોકોને આ રીતે ફોન ફસાવીને તેમની સાથે લૂંટ આચરી હોવાની પણ કબુલાત કરી હતી. જેથી પોલીસે હાલમાં આ ગેંગ સામે ગુન્હો નોંધી વધુ કેટલા લોકો આ હનીટ્રેપમાં ફસાયા છે અને કેટલા લોકો પાસેથી ધાક-ધમકી નાણાં પડાવ્યા છે તે મામલે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ભારતીય પરંપરા: લાલ બ્રીફકેસમાં નહીં, નિર્મલા સીતારમણ મખમલી લાલ કપડામાં લપેટીને લાવ્યા બજેટ

ગુજરાતી ફિલ્મના મહાન કલાકાર ફિરોઝ ઈરાનીનો પુત્ર મિ.કલાકારથી ફિલ્મોમાં ડેબ્યું કરશે.