in ,

સુરત એરપોર્ટ પર ફ્લાઈટ સ્કીડ થઈઃ રનવે બંધ કરાયો

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવનને અસર થઈ છે. દરમિયાન રેલ વ્યવહાર અને હવાઈ સેવાને પણ અસર પહોંચી છે. દરમિયાન સુરત એરપોર્ટ પર પાણી ભરાતા ફ્લાઈટ લપસી હોવાની ઘટના બની હતી. આ બનાવને પગલે ફ્લાઈટમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યાં હતા. જો કે, સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. ફ્લાઇટ પોતાના રનવે પરથી ઉતરી ગઇ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભોપાલથી સુરત આવી રહેલી ફ્લાઇટ સુરત એરપોર્ટનાં રન વે પર ઉતરીને લપસીને બહાર જતી રહી હતી. જેમાં કારણે 47 મુસાફરો, બે પાયલોટ અને ચાર ક્રૂ મેમ્બરનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. આ બાદ રનવેને બંધ કરી દેવાયો હતો. ત્રણથી વધુ ફ્લાઇટોને ડાયવર્ટ કરાઈ હતી. ભારે વરસાદને એરપોર્ટમાં પણ પાણી ભરાઇ ગયા હતા જેને કારણે ફ્લાઇટના સ્કીડની આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે. ફ્લાઈટ એરપોર્ટના રનવે પરથી સ્લીપ થઈને સીધી જ રનવે એન્ડ સેફ્ટી એરિયામાં જ ઊતરી ગઈ હતી. આ ઘટનાને પગલે ફ્લાઇટમાં બેઠેલા 47 મુસાફરો, બે પાયલોટ અને ચાર ક્રૂ મેમ્બરના જીવ ટાળવે ચોંટી ગયા હતા. રન-વે ઉપર પાણી ભરાતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાણીના નિકાલ માટેની કવાયત શરૂ કરવામાં આવી હોવાનું જાણવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ડીએમકેએ માની નહીં કોંગ્રેસની વાત: રાજ્યસભાની ત્રણ બેઠકો પર જાહેર કર્યા ઉમેદવાર, વાઈકોને આપી ટિકિટ

મુંબઈમાં ભારે વરસાદને કારણે મુંબઈ-અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો