in ,

ગુજરાતમાં આગામી 3 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઈ છે. દરમિયાન રાજ્યમાં આગામી 3 દિવસ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 3 દિવસ સુધી મેઘો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળી શકે છે.

હવામાન ખાતાની આગાહી અનુસાર, અરબ સાગરમાં સક્રિય થયેલી મોન્સુન સિસ્ટમના પગલે વરસાદી માહોલ રચાયા બાદ ૩જી જુલાઈથી ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. અપર એર સાયક્લોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમ બે દિવસમાં નબળી પડી જશે જેથી ત્યાર બાદ એટલે કે, ત્રીજી જુલાઈ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્ય વરસાદ વરસશે. જ્યારે 3 અને 4 જૂલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાવર વરસાદ શરૂ થવાની શક્યતાઓ છે, જ્યારે અન્ય ભાગોમાં છુટો છવાયો વરસાદ થશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલ, અરવલ્લી વગેરે વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે. છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ અમદાવાદ શહેરમાં એક સપ્તાહથી સતત ઉકળાટ વધી રહ્યો છે પરંતુ વરસાદ ના આવતાં શહેરીજનો અકળાયા છે. હવે અમદાવાદના લોકો પણ આતુરતાથી મેઘરાજાની પધરામણીની રાહ જોઈ રહ્યાં છે.

હાલ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાત કોરુ ધાકોર રહ્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, નવસારી અને સુરતમાં ધોધમાર વરસાદે તરબોળ કરી નાખ્યું છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ સાબરકાંઠામાં નહીંવત વરસાદ પડી રહ્યો છે. કચ્છ જિલ્લામાં પણ વરસાદ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. છેલ્લા 48 કલાકની વાત કરીએ તો વાપામાં 25 અને વલસાડમાં 21 ઇંચ વરસાદ પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

મંગ્લોર એરપોર્ટ પર રનવેથી બહાર નીકળ્યું એર ઈન્ડિયા એક્સપ્રેસનનું વિમાન, ટળી મોટી દુર્ઘટના

પંજાબના ફરીદકોટમાંથી આઈએસઆઈના જાસૂસની ધરપકડ, સેના સાથે જોડાયેલી માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ