1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ભારતના આ બેટ્સમેનને બતાવ્યો બહાદૂર
પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ભારતના આ બેટ્સમેનને બતાવ્યો બહાદૂર

પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ભારતના આ બેટ્સમેનને બતાવ્યો બહાદૂર

0

અમદાવાદ: પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ગાંગુલીના વખાણ કર્યા છે અને કહ્યું કે એમના જીવનકાળમાં સૌથી બહાદૂર બેટ્સમેન હોય તો તે છે ગાંગુલી, જે તેમના નવા બોલથી કરવામાં આવતી બોલીંગ સામે ટકી શકતો હતો.

શોએબ અખ્તરે જણાવ્યું કે ભારતમાંથી આવનાર સૌથી બહાદૂર ડાબોડી બેટ્સમેન ગાંગુલી જ છે. ખાસ કરીને વન-ડે અને મર્યાદીત ઓવર્સમાં ગાંગુલીનું ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓફ સાઈડમાં રમવાનું અને સ્પિનર સામે શોટ સિલેક્શન કોઈ પણ ટીમના કેપ્ટનને મૂંઝવણમાં નાખી શકે તેમ હતુ.

શોએબ અખ્તરે વધારે ઉમેરતા ગાંગુલીના નબળા પોઈન્ટ પર નિશાન સાધ્યું અને કહ્યું કે હાલના બીસીસીઆઈના પ્રમુખ ગાંગુલીને શોર્ટ-પીચ બોલ રમવામાં તક્લીફ પડતી હતી અને તે વાત અજાણી નથી. 2000ના વર્ષની આજૂબાજૂ બ્રેટલી, શોએબ અખ્તર, શોન પોલોક, ગ્લેન મેક્ગ્રા, મેર્વિન ડિલ્લોને ડાબોડી બેટ્સમેનોને ભારે ચેલેંજ આપી હતી પરંતુ આ સમયે પણ ગાંગુલી સૌથી બહાદૂર બેટ્સમેન હતો.

શોએબ અખ્તરે પાકિસ્તાન માટે 46 ટેસ્ટ, 163 વનડે અને 15 ટી-ટ્વેન્ટી રમી છે અને તેમાં 444 વિકેટ પણ લીધી છે પરંતુ ઓપનીંગમાં નવા બોલ સામે માત્ર ગાંગુલી જ ઉભો રહી શકે તેવું અખ્તરે જણાવ્યું.

લોકોએ ગાંગુલી વિશે કહ્યું કે તે મારા(શોએબ અખ્તર) ફાસ્ટ બોલથી ડરે છે પરંતુ તે ખોટુ છે તેવુ શોએબ અખ્તરે કહ્યુ. ગાંગુલી બહાદૂહ બેટ્સમેન હતો જે નવા બોલ સાથે ઓપનીંગ કરતો હતો. ઉલ્લેખનીય છે કે શોએબ અખ્તરે ગાંગુલીને ભારતનો સૌથી સફળ કેપ્ટન બતાવ્યો, ગાંગુલીએ ભારત માટે 113 ટેસ્ટ(7212 રન), 311(11363) વન-ડે મેચ રમી છે જેમાં 23 સદીનો સમાવેશ થાય છે.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.