in , , , , , , , , , ,

ભારતને ટૂંક સમયમાં મળી શકે છે આટલા રફાલ વિમાન, ભારતની વધતી તાકાતથી ચીન છે પરેશાન

  • ભારતની વધી રહી છે તાકાત
  • ચીન અને પાકિસ્તાન છે ભારતની તાકાતથી પરેશાન
  • ભારત-ચીન સીમા વિવાદને લઈને ભારતને જલ્દીથી મળી શકે છે વધારે રફાલ

અમદાવાદ: ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ બાદ ભારતે ચીન પ્રત્યે આક્રમક વલણ દાખવ્યું છે અને ફ્રાન્સ પણ ટૂંક ભારતને શસ્ત્રોથી સજ્જ રાફેલ વિમાન આપી શકે છે. આ વિમાનની મારક ક્ષમતા ખૂબ ઘાતક છે અને 150 કિમી રેન્જની મીડિયર મિસાઈલ પણ હશે.

રાફેલ જેટ 7 હજાર કિલોમીટરનું અંતર કાપીને ફ્રાન્સથી ભારત આવશે અને આ ડિલ ભારતે 2016માં 60 હજાર કરોડમાં ફાઈનલ કરી હતી.

ફ્રાન્સ તરફથી મળવા વાળા લડાકુ વિમાન ટૂંક સમયમાં જ લડવા માટે તૈયાર થઈ જાય છે અને ફ્રાન્સમાં જે ભારતીય પાયલોટ ટ્રેનિંગ લઈ રહ્યા છે તેમના પર પણ આધાર રહેલો છે. અગાઉ અમ્બાલામાં 4 રાફેલ આવે તેવી યોજના હતી અને તેમા ત્રણ બે-સીટર ટ્રેનર વર્જન એરક્રાફ્ટ હશે, જેના મારફતે અંબાલા એરપોર્ટ સ્ટેશન પર પાયલટને તાલીમ આપવામાં આવશે. અંબાલા જ ભારતમાં રાફેલ જેટ્સનો પ્રથમ બેઝ હશે અને બીજો બેઝ બંગાળના હાશીમારામાં હશે.

મહત્વનું છે કે ભારતે પોતાના શત્રુ એવા ચીન અને પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને જ રફાલ ખરીદવાનો નિર્ણય કર્યો હતો અને મીડિયર અને સ્કાલ્પ જેવી મિસાઈલથી સજ્જ રાફેલ ભારતને એર સ્ટ્રાઈક અને તે પ્રકારના ઓપરેશનમાં અગણ્ય મદદ કરી શકે છે.

(VINAYAK)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ભારતમાં 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકાયા બાદ ગૂગલ પ્લે અને એપલ સ્ટોર પરથી હટાવાઈ આ એપ

બચ્ચનની આ ત્રણેય ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે