1. Home
  2. Regional
  3. સુરત આગકાંડમાં FSLની તપાસમાં ખુલાસોઃ એસીના આઉટલેટ લાગ લાગતા સર્જાઈ દૂર્ઘટના
સુરત આગકાંડમાં FSLની તપાસમાં ખુલાસોઃ એસીના આઉટલેટ લાગ લાગતા સર્જાઈ દૂર્ઘટના

સુરત આગકાંડમાં FSLની તપાસમાં ખુલાસોઃ એસીના આઉટલેટ લાગ લાગતા સર્જાઈ દૂર્ઘટના

0

સુરતઃ શહેરના સરથાણામાં તક્ષશિલા આર્કેડમાં આગ લાગવાની દુર્ઘટનામાં 20થી વધારે વિદ્યાર્થીઓના મોત થવાની દુઃખદ ઘટનામાં એફએસએલએ તપાસનો રિપોર્ટ ક્રાઈમબ્રાન્ચને સોંપ્યો છે. જેમાં આ બિલ્ડિંગના બીજા માળે એસીના આઉટલેટમાં આગ લાગી હોવાનું ખુલ્યું છે. એફએસએલના રિપોર્ટના આધારે સમગ્ર ઘટનાની પોલીસે તપાસ આરંભી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તક્ષશિલા આર્કેડમાં તાજેતરમાં જ  અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જેમાં ચોથા માળે ગેરકાયદે બનાવાયેલા ડોમમાં ચાલતા ડ્રોઇંગ ક્લાસિસમાં હાજર વિદ્યાર્થીઓ ફસાયા હતા. જે પૈકી 17 વિદ્યાર્થીઓ જીવતા ભડથું થઈ ગયા હતા. જ્યારે બાકીના ચોથા માળેથી કૂદીને મોતને ભેટ્યા હતા. આ બનાવમાં 20થી વધારે વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ બનાવમાં ટ્યુશન ક્લાસિસના સંચાલક ભાર્ગવ બુટાણી, બે બિલ્ડર હર્ષુલ વેકરિયા અને જિગ્નેશ પાઘડાળ ઉપરાંત મહાનગરપાલિકાના ફાયર વિભાગના એસ.કે. આચાર્ય અને મોઢની ધરપકડ કરાઈ હતી. દરમિયાન આ ઘટનાની એફએસએલ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. એફએસએલનો રિપોર્ટ ક્રાઇમ બ્રાંચના એસીપી આર.આર. સરવૈયાને મળ્યો છે. જેમાં તક્ષશિલા આર્કેડના બીજા માળના એસીના આઉટલેટમાં આગ લાગી હોવાનું ખૂલ્યું છે. તક્ષશિલા અગ્નિકાંડની તપાસ કરવા માટે પોલીસ હાલ એફએસએલ, ડીજીવીસીએલ અને ઇલેક્ટ્રિક ઇજનેરના રિપોર્ટનો એક સાથે અભ્યાસ કરી રહી છે. આ ત્રણેય રિપોર્ટના તુલનાત્મક અભ્યાસ બાદ વધુ કારણો સ્પષ્ટ થશે.

અગ્નિકાંડ મામલે સુરત મહાનગરપાલિકાના અનેક અધિકારીઓની પૂછપરછ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમે કેટલીક મહત્ત્વની માહિતી એકત્ર કરી છે. ત્યાર પછી હવે ડીજીવીસીએલ તરફ તપાસ કેન્દ્રીત કરી છે. ડીજીવીસીએલના ચિફ ઇજનેર આર.કે. પુરોહિતનું કલાકો સુધી પૂછપરછ કરી વિસ્તૃત નિવેદન લેવાયું હતું. નિવેદન દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા વિસ્તૃત સવાલો પૂછાયા હતા.

tags:

LEAVE YOUR COMMENT