in ,

ગાંધીનગર કલેકટર કચેરીમાં અરજદારે મહિલા તલાટીને લાફો ઝીંક્યોઃ સરકારી કર્મચારીઓમાં ઉગ્રરોષ

અમદાવાદઃ ગાંધીનગર કલેકટર કચેરીમાં એક અરજદારે મહિલા રેવન્યુ તલાટીને અપશબ્દો બોલીને અન્ય કર્મચારીઓ સામે જ લાફો ઝીંકી દેતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે ગાંધીનગર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી આરંભી છે. બીજી તરફ લાફો મારનારની 48 કલાકમાં ધરપકડ કરવામાં નહીં આવે તો ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળે સરકારી કામગીરીથી દૂર રહેવાની ચીમકી ઉચ્ચારી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કલોલમાં રહેતા નીલમબેન વીકીભાઈ મકવાણા (કપૂર) (ઉ.વ.35) ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરીમાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવે છે અને રજીસ્ટ્રી શાખામાં ટપાલોને ઈનવર્ડ કરવાનું કામ કરે છે. બપોરના સમયે મહિલા તલાટી રજીસ્ટ્રી શાખામાં બેઠા હતા. રાજેશ પટેલ નામની વ્યક્તિ તેમની પાસે આવી હતી. તેમજ ગાંધીનગર જનસેવા કેન્દ્રના મામલતદાર સુનિલ રાવલના નામે અરજી આપી હતી. ત્યારે મહિલા તલાટીએ તેમની અરજી સ્વિકારીને તેની નકલ રાજેશ પટેલને આપી હતી. તે સમયે રાજેશ પટેલે ઈનવર્ડ નંબર નાખવા કહ્યું હતું. જેથી મહિલાએ ઉચ્ચ અધિકારીની સહી અને કોમ્પ્યુટરમાં એન્ટ્રી બાદ જ નંબર આપવામાં આવતો હોવાનું જણાવીને તેમને બેસવા કહ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા રાજેશ પટેલે મહિલાને અપશબ્દો બોલીને જાહેરમાં લાફો ઝીંકી દીધો હતો.

ઓફિસમાં મહિલા કર્મચારીને લાફો મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા. તેમજ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે. બીજી તરફ ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળના પ્રમુખ વિરમભાઈ દેસાઈએ સમગ્ર ઘટનાને ગંભીર ગણાવીને રેવન્યુ તલાટીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજેશ પટેલ સામે આકરા પગલા ભરવાની માંગણી કરી છે. તેમજ જો 48 કલાકમાં તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો સરકારી કામગીરીથી દૂર રહેવાની ચીમકી ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

આયુષ્માનનો ભાઈ લાગી રહી છે ‘વાઈફ’ તાહીરા કશ્યપ!, ટ્રોલર્સને આપ્યો તાહીરાએ પણ જવાબ

PNB Scam: સિંગાપુર હાઈકોર્ટના આદેશ પર ભાગેડું નીરવ મોદીની 44 કરોડની મિલ્કતો જપ્ત