in ,

ગીર અભ્યારણ્યમાં સાવજોનું વેકેશન પૂર્ણઃ આવતીકાલથી પ્રવાસીઓ માટે ખુલશે દરવાજા

  • ચાર મહિનાનું હોય છે સાવજોનું વેકેશન
  • હાલ ગીરમાં 525 વનરાજો
  • 4 મહિનાના વેકેશનમાં 35 ટકા સાવજોનો વધારો

અમદાવાદઃ ગીર અભયારણ્ય આવતીકાલે 16 ઓક્ટોબરથી સહેલાણીઓ માટે ખુલ્લું મુકાશે. ગીરના રાજા એવા સિંહનું વેકેશન પુરું થતાં આવતીકાલથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલ્લા મુકાશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓનો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે આવતીકાલથી પ્રવાસીઓ સિંહના દર્શન કરી શકશે. 

દિવાળીના તહેવારો આગામી દિવસમાં શરૂ થશે ત્યારે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે. એશિયનટીક લાયનના ઘર ગણાતા ગીર જંગલ સાવજોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહદર્શન કરવા આવે છે. ત્યારે ગીર અભ્યારણ આવતીકાલથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. હાલ ગીરમાં 525 સિંહો છે. ચાર મહિનાના વેકેશનમાં 35 ટકાનો વધારો થયો છે. એટલે કે, પ્રવાસીઓને સિંહ દર્શન સમયે સિંહ બાળ વધુ પ્રમાણમાં જોવા મળશે. ગીર જંગલમાં સિંહ બાળ જોવાનો પણ એક અનેરો લ્હાવો છે. 

રાજ્ય સરકાર દ્વારા પ્રવાસીઓને આપવામાં આવતી પરમીટની સંખ્યામાં વધારો કરાયો હતા. અગાઉ રોજની 90ની પરમીટ આપવામાં આવતી હતી. જેમાં હવે 60નો વધારો કરીને રોજની કુલ 150 પરમીટ કરવામાં આવી છે. પ્રવાસીઓની સંખ્યામાં થઈ રહેલા વધારાને પગલે ગીરના જંગલમાં હવે મહિલા ગાઇડની પણ નિમણુંક કરવામાં આવી છે. આ સાથે જ દેવળિયા પાર્કમાં સહેલાણીઓ માટે ખાસ પ્રકારના વાહનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વન વિભાગ દ્વારા 70 જીપ્સી ગોઠવવામાં આવી છે, જેમાં 6 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા એક પરમિટ ચાર્જ રૂ. 800, જીપ્સીનો ચાર્જ રૂ. 1500 અને ગાઇડનો ચાર્જ રૂ. 400 નક્કી કરાયો છે. સૌ પ્રથમ વખત દેવળીયા પાર્કમાં 25 જેટલા મહિલા ગાઇડને પણ ટ્રેનિંગ આપી તૈયાર કરવામાં આવ્યાં છે, જે પ્રવાસીઓને ગીર, સિંહ, જંગલની જૈવિક વિવિધતા અને પર્યાવરણના અંગે માર્ગદર્શન આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

બરવાળા ચોકડી પાસે પોલીસવાન અને રીક્ષા વચ્ચે અકસ્માતઃ 3ના મોત

તેજી સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સ 38,350ના સ્તર પર