revoinews

મજબૂત વિદેશી સંકેત અને ઘરેલુ વાયદામાં તેજીથી 40 હજારને પાર થયું સોનું

મજબૂત વિદેશી સંકેતો અને ઘરેલુ વાયદામાં આવેલી તેજીને કારણે સોમવારે દેશના સર્રાફા બજારમાં સોનું રેકોર્ડ ઊંચાઈને સ્પર્શતા 40 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાવા લાગ્યું અને ચાંદીનો ભાવ 46 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ચાલ્યો ગયો.

દેશની આર્થિક રાજધાની મુંબઈ, ગુલાબી શહેર જયપુર અને સોનાના સૌથી મોટા બજાર અમદાવાદમાં 24 કેરેટના સોનાનો ભાવ 40 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચ્યો હતો. સોનાના હાલના ભાવમાં 1000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધારેની તેજી નોંધાઈ છે અને ચાંદીમાં પણ 1000 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધારેની તેજી આવી છે. સોનું પહેલીવાર 40 હજાર રૂપિયાને પાર પહોંચ્યું છે.

મુંબઈમાં 24 કેરેટ શુદ્ધતાના સોનાનો ભાવ સોમવારે 40040 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો, જે ગત કારોબારી સત્રમાં 38,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તો 22 કેરેટ શુદ્ધતાનું સોનું મુંબઈમાં ગત સત્રના 38720 રૂપિયાથી વધીને 39890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું. મુંબઈમાં ચાંદીનો ભાવ 45015 રૂપિયાથી વધીને 46380 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો.

જયપુરમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાનો ભાવ અનુક્રમે 40020 રૂપિયા અને 39900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, જ્યારે ચાંદી 46400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો. અમદાવાદમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાનો ભાવ અનુક્રમે 40000 રૂપિયા અને 39870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો. જ્યારે ચાંદી 46400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયું. આ ભાવમાં ત્રણ ટકા જીએસટી પણ સામેલ છે.

વાયદા બજાર એમસીએક્સ પર સોનાનો બાવ સોમવારે ફરીથી નવી ઊંચાઈ 39340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલ્યો ગયો, જોકે બાદમાં ભાવ ઘટીને બપોર બાદના કારોબાર દરમિયાન ઓક્ટોબર અનુબંધમાં 95 રૂપિયાની તેજી સાથે 38860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર ચાલી રહ્યો હતો.

ચાંદીના સપ્ટેમ્બરના વાયદામાં પણ 252 રૂપિયાની તેજીની સાથે 44854 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર ચાલી રહ્યો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે આઈબીજેએના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મેહતાએ ન્યૂઝ એજન્સી આઈએએનએસને કહ્યુ કે ઊંચા બાવ પર મોંઘી ધાતુઓની માંગમાં નરમાશ બનેલી છે.

સોના અને ચાંદીના આગામી પડાવના અનુમાનને લઈને પુછવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યુ છે કે હાલ સોના અને ચાંદીનું બજાર ન તો કોઈ ફન્ડામેન્ટલથી અથવા એનાલિસિસ અથવા ચાર્ટથી ચાલી રહ્યું છે, પરંતુ ટ્રમ્પના ટ્વિટથી ચાલી રહ્યું છે. માટે એ કહેવું મુશ્કેલ છે કે ક્યારે ભાવ વધશે અથવા ક્યારે ઘટશે. પરંતુ તાજેતરની તેજીથી ડોમેસ્ટિક ડિમાન્ડમાં 50 ટકાનો ઘટાડો થયો છે.

કેડિયા કોમોડિટીના ડાયરેક્ટર અજય કેડિયાએ ક્હ્યુ છેકે અમેરિકા અને ચીનની વચ્ચે વ્યાપારીક તણાવ વધવાને કારણે વિદેશી બજારમાં સોના અને ચાંદીમાં આવેલી તેજથી ડોમેસ્ટિક બજારમાં પણ મોંઘી ધાતુઓની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. પરંતુ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ સોનું રેકોર્ડ ઊંચાઈથી ગગડયું હતું. ટ્રમ્પે કહ્યુ હતુ કે ચીને અમેરિકાના અધિકારીઓની સાથે સંપર્ક કર્યો છે કે તે પાછું વાતચીત કરવા ચાહે છે અને તેમણે આનું સ્વાગત કર્યું છે.

Related posts
TRAVELગુજરાતી

ઉત્તરાખંડના પર્યટનને વેગ આપવા હવે અમિતાભ બચ્ચન એડ કરશે

દિલ્હીઃ બોલીવુડના મહાનયક અમિતાભ બચ્ચન આગામી દિવસોમાં ઉત્તરાખંડની સંદર વાદીઓ, પર્યટન સ્થળો અને વિકાસની ઝલકથી દેશ-દુનિયાને માહિતગાર કરશે. બીગ બીના નામથી ઓળખાતા…
Nationalગુજરાતી

દેશમાં કોરોનાની રસી માર્ચ મહિનામાં બજારમાં થશે ઉપલબ્ધ ?

દિલ્હીઃ કોરોના મહામારી સામેની લડાઈ અંતિમ તબક્કામાં પહોંચી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસીકરણના મહાઅભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. જો કે, આગામી માર્ચ…
Internationalગુજરાતી

નેપાળના વિદેશ મંત્રીએ રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે કરી મુલાકાત

ત્રણ દિવસની ભારતની મુલાકાતે આવેલા નેપાળના વિદેશ મંત્રી નેપાળના વિદેશ મંત્રીએ રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે કરી મુલાકાત ભારત-નેપાળ સંબંધોમાં અસીમ સંભાવનાઓ –…

Leave a Reply