1. Home
  2. ગુજરાતી
  3. ચિનગારી એપના યૂઝર્સ માટે ખુશીના સમાચાર- હવે ક્રિએટીવ યૂઝર્સને મળશે પેમેન્ટ
ચિનગારી એપના યૂઝર્સ માટે ખુશીના સમાચાર- હવે ક્રિએટીવ યૂઝર્સને મળશે પેમેન્ટ

ચિનગારી એપના યૂઝર્સ માટે ખુશીના સમાચાર- હવે ક્રિએટીવ યૂઝર્સને મળશે પેમેન્ટ

0
  • ચિનગારી એપનો દબદબો
  • ક્રિએટર્સનું સોન્ગ જેટલું હિટ થશે તે પ્રમાણે કરાશે પેમેન્ટ
  • હાલ કંપનીમાં માત્ર 25 કર્મચારીઓ કાર્યરત
  • યૂઝર્સ વધતા સ્ટાફ વધારવાની જરુરીયાત પડશે
  • દરરોજ એક કલાકમાં 3 લાખ નવા યુઝર્સ બને છે
  • 10 ભાષાને સપોર્ટ કરે છે આ એપ

લદ્દાખ સીમા વિવાદ બાદ દેશમાં વાચતારણ તંગ બનતા કેન્દ્ર સરકાર દ્રાર 59 જેટલી ચાઈનિઝ એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.જેમાં ટિકટોકના ભારતીય યૂઝર્સ ખુબ મોટો પ્રમાણમાં હતા,પરંતુ ટિકટોક જેવી જ ઈન્ડિયન એપ ચિનગારીએ હવે લોકોના ફોનમાં ખાસ સ્થાન બનાવી લીઘુ છે,ટિકટોક બેન થયા બાદ દરરોજ લાખો યૂઝર્સ નવા જોડાઈ રહ્યા છે.આ સાથે એમ કહી શકાય કે ભારત આત્મ નિર્ભર તરફ આગળ વધ્યું છે.

ત્યારે હવે ચિનગારીના યૂઝર્સ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે.જે રીતે ટિકટોકમાંથીસ ક્રિએટીવ લોકો પૈસા કમાતા હતા તેજ રીતે હવે ચિનગારી એપ તેના ફેસમ યૂઝર્સને ઈન્કમ કરાવશે,આ એપ ડેવલોપર્સના જણાવ્યા પ્રમાણે મ્યુઝિક ક્રિએટર્સને તેમના દ્રારા પોસ્ટ કરવામાં આવેલ સોન્ગ કેટલું હિટ ગયું તેને આધારે પેમેન્ટ કરવામાં આવશે. માત્ર વાત આટલી જ નથી તેનાથઈ વિશેષ એ કે ચિનગારી એપ મ્યુઝિક કંપોઝર્સને હિટ સોન્ગ માટે રેવન્યૂ શેરિંગ પણ કરશે.

દેશી કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ચિનગારી એપ પહેલેથી એક હોટસ્પોટ બની રહ્યું છે.હાલમાં આ એપ 1.6 કરોડ યુઝર્સ ધરાવે છે,આ એપ હવે ટેલેન્ટેડ મ્યુઝિક કંપોઝર્સને સારી એવી કમાણી કરાવી શકે છે. આ એપનો હેતું આપણા દેશના ટેલેન્ટને પ્રમોટ કરવાનો છે.

ટૂંક સમયમાં જ આ એપ દ્રારા ડાન્સ અને અનેક પ્રકારના ટેલેન્ટ ધરાવતા ક્રિએટર્સને આ પ્લેટફોર્મના માધ્યમથી પૈસા કમાવવાની તપ આપવામાં આવનાર છે.તેના માટે યૂઝર્સના કન્ટેઈન પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે,આપણે જાણીએ છીએ તેમ ટિકટોક યૂઝર્સ પણ આ ક્રિએટીવીટી લાખોની કમાણી કરતા હતા ત્યારે હવે ભારતીય એપ ચિનગારી પણ આ રસ્તે આગળ વઘી રહી છે.

યુઝર્સની વધતી ડિમાન્ડને જોતા એપને સતત અપડેટ કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં કમર્ચારીઓની પણ જરૂર પડી શકે છે. હાલ આ કંપનીમાં 25 કરમનીઓ કાર્યરત છે.ઉલ્લેખનીય છે કે સ્ટાફ વધતા કેટલાક લોકો માટે આ કંપનીમાં રોજગારીની તક ઊભી થશે,તાજેતરમાં ચિનગારી એપ ગૂગલ પ્લે સ્ટોર પર ટોપ 3માં થી એક છે.આ એપ એ માત્ર 25 દિવસોમાં 1.6 કરોડથી વધારે નવા યુઝર્સ બનાવ્યા છે.હાલ ટિકટોકને ટક્કર આપી રહી છએ ચિનગારી એપ,હવે ટિકટોકની જેમ જ આ એપ પણ યૂઝર્સને પૈયા કમાવવાની તપ આપશે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.