1. Home
  2. ગુજરાતી
  3. ક્રિકેટરસિયાઓ માટે સારા સમાચાર, જાણો ક્યાં બે દેશો વચ્ચે રમાશે ટેસ્ટ સિરીઝ
ક્રિકેટરસિયાઓ માટે સારા સમાચાર, જાણો ક્યાં બે દેશો વચ્ચે રમાશે ટેસ્ટ સિરીઝ

ક્રિકેટરસિયાઓ માટે સારા સમાચાર, જાણો ક્યાં બે દેશો વચ્ચે રમાશે ટેસ્ટ સિરીઝ

0
  • ક્રિકેટપ્રેમીઓ માટે સારા સમાચાર
  • વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે ટેસ્ટ સિરીઝ
  • વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ 8 જુલાઈથી થશે શરૂ
  • આ ટેસ્ટ સિરીઝ 21 દિવસ સુધી ચાલશે

ક્રિકેટ પ્રેમીઓ માટે એક મોટો સમાચાર સામે આવ્યા છે, જ્યાં ફેન્સ લાઈવ ઇન્ટરનેશનલ ક્રિકેટનો આનંદ માણી શકશે. જો કે, દર્શકો સ્ટેડિયમમાં બેસીને મેચનો આનંદ માણી શકશે નહીં, પરંતુ આવતા મહિનેથી બે મોટા દેશોની ટીમો વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાશે. વેસ્ટ ઇન્ડીઝની ટીમ ઇંગ્લેન્ડમાં રમાયેલી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ માટે ઇંગ્લેન્ડ પહોંચી ગઈ છે, જ્યાં ખેલાડીઓને કવોરંટાઈન રાખવામાં આવશે.

વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ ટીમે એન્ટિગાથી ઇંગ્લેન્ડ જવા માટે ઉડાન ભરી લીધી છે. આ પહેલા તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે કોવિડ 19 ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં તમામ નેગેટિવ હોવાનું જણાયું હતું. આ પહેલા સોમવારે બે હવાઈ જહાજથી ખેલાડીઓને અલગ અલગ ટાપુઓથી એક જગ્યાએ બોલાવવામાં આવ્યા હતા અને ત્યાંથી ખેલાડીઓને ચાર્ટર પ્લેનમાં મેનચેસ્ટર મોકલવામાં આવ્યા છે. વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ 8 જુલાઈથી શરૂ થશે.

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં કહ્યું છે કે ખેલાડીઓને મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રાખવામાં આવશે, જ્યાં તેઓને કવોરંટાઈન કરવામાં આવશે અને સિરીઝ પહેલા આ તમામ ખેલાડીઓના કોવિડ – 19 ટેસ્ટ થશે. આ સાત અઠવાડિયાના પ્રવાસ દરમિયાન ખેલાડીઓ ત્યાં બાયો સિક્યોર એન્વાયરોમેન્ટમાં રહેશે, રમશે અને ટ્રેનિંગ અપાશે. આ પ્રોટોકોલ્સ હેઠળ ખેલાડીઓને વેન્યું બહાર જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

બંને ટીમો વચ્ચે ટેસ્ટ સિરીઝ 8 મી જુલાઈથી શરૂ થશે, જેમાં દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી નથી. આ ટેસ્ટ સિરીઝ 21 દિવસ સુધી ચાલશે, જે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો એક ભાગ છે. પ્રથમ મેચ 8 જુલાઈથી સાઉથેમ્પ્ટન ખાતે રમવામાં આવશે, જ્યારે બીજી મેચ 16 જુલાઈથી ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાશે. આ ગ્રાઉન્ડ પરની ત્રીજી મેચ અને આ પ્રવાસની છેલ્લી મેચ 24 જુલાઈથી રમવાની છે. આ સ્થાનો આ સિરીઝ માટે પસંદ કરવામાં આવી છે કારણ કે તેની આસપાસ હોટેલો છે.

(Devanshi)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.