1. Home
  2. ગુજરાતી
  3. ‘ખતરો કે ખિલાડી’ના ચાહકો માટે ગુડન્યૂઝ – સિઝન 10ના નવા એપિસોડ હવે થશે ટેલિકાસ્ટ
‘ખતરો કે ખિલાડી’ના ચાહકો માટે ગુડન્યૂઝ – સિઝન 10ના નવા એપિસોડ હવે થશે ટેલિકાસ્ટ

‘ખતરો કે ખિલાડી’ના ચાહકો માટે ગુડન્યૂઝ – સિઝન 10ના નવા એપિસોડ હવે થશે ટેલિકાસ્ટ

0
  • ખતરો કે ખિલાડીના નવા એપિસોડ થશે ટેલિકાસ્ટ
  • સિઝન 10 એ ખુબ લોકપ્રિયતા મેળવી છે
  • લોકડાઉનના કારણે શો અડધેથી બંધ કરાયો હતો
  • શો ના લાસ્ટ એપિ્સોડનું શૂટિંગ થશે જુલામાં

‘ખતરો કે ખિલાડી સિઝન-10’ને ખુબ જ સારી એવી ટીઆરપી મળી રહી હતી. ભારતી અને તેના પતિ હર્ષ પણ શોના ઘણા એપિસોડમાં મેહમાન કલાકાર તરીકે જોવા મળ્યા હતા. આ બંનેએ શોમાં આવીને દર્શકોને ખુબ જ મનોરંજન આપ્યું હતું.ત્યારે હવે ખતરો કે ખિલાડીના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.આ શોના નવા એપિસોડ હવે ટીવી પર ટેલિકાસ્ટ થશે.તો બીજી તરફ આ શોના લાસ્ટ એપિસોડનું શૂટિંગ પણ જુલાઈમાં શરૂ થવા જઈ રહ્યું છે.

ભારતીએ રોહિત શેટ્ટી સાથે ફોટો શેર કર્યો

ભારતી સિંહે આ શો ના હોસ્ટ અને ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી સાથેનો એક ફોટો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે- સ્ટંટ હિરો પાછો આવ્યો છે. ભારતીએ રોહિત શેટ્ટીને પોતાનો ફેવરીટ ડાયરેક્ટર ગણાવ્યો છે,ભારતીનો આ ફોટો ચતેના ચાહકોમાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.ત્યારે હવે ખતરો કે ખિલાડીના ચાહકોને હવે શઓના નવા એપિસોડ્સ ખુબ જ જલ્દી જોવા મળશે.

https://www.instagram.com/p/CB3YXIkhLgy/

ખત્રો કે ખિલાડીની 10 મી સીઝન દર્શકોમાં ખુબ જામી હતી,લોકોએ ઓ શો ને ખુબ પસંદ કર્યો હતો,પરંતુ કોરોના મહામારીને લઈને અચાનક સમગ્ર દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જોકે ખતરનાક ખેલાડીનું આ શો નું શૂટિંગ પહેલાથી જ કરવામાં આવ્યું હતું. પરંતુ શોના ક્લાઇમેક્સ એપિસોડનું શૂટિંગ બાકી હતું,નિર્માતાઓ પાસે બેકઅપ એપિસોડ હતા. પરંતુ લોકડાઉન ક્યારે પુર્ણ થાય અને શૂટિંગ ફરી ક્યારે શરૂ થશે તે અંગે કોઈ વિચાર નહોતો. આ પ્રકારની સ્થિતિમાં ચેનલ અને નિર્માતાઓએ એક નિર્ણય લીધો કે, આ શો મધ્યમાં અટકાવી દેવામાં આવે અને નવા એપિસોડ ટેલિકાસ્ટ ન કરવામાં આવે.

ખતરો કે ખિલાડી સિઝન-10ને ખુબ જ સારી ટીઆરપી મળી રહી હતી. આ વખતની સિઝનમાં આ શોમાં કરિશ્મા તન્ના, કરણ પટેલ, તેજસ્વી પ્રકાશ, ધર્મેશ જેવા મોટા સ્ટાર્સે જોવા મળ્યા છે. દરેક લોકોમાં બરાબરની જંગ જામી હતી ,એકબીજાને ખુબ જ ટક્કર આપી રહ્યા હતા.

આ શો માં ખાસ મહેમાન કલાકાર તરીકે ભારતી અને તેના પતિ હર્ષે શોમાં ચાર ચાંદ લગાવ્યા છે, તેઓ ઘણા એપિસોડમાં જોવા મળ્યા હતા. આ બંનેએ શો માં દર્શકોને ખુબ જ મનોરંજન કરાવ્યું હતું,લોકો આ શો જોવાનું ખુબ જ પસંદ કરે છે,ર્યાલીટી શઓ માં આ એક ખુબ જ ચર્ચિત લોકપ્રિય રિયાલીટી શો છે.જેના નવા અપિસોડ હવે દર્શકો જોઈ શકશે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.