in , , ,

મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો માટે સારા સમાચાર- ટૂંક સમયમાં ધોની જોવા મળી શકે છે મેદાનમાં

  • ધોની પરત ફરશે ક્રિકેટ મેદાનમાં
  • આઈપીએલ 2020 માટે ધોની સીએફકે સાથે જોડાશે
  • CSKના ટ્રેનિંગ કેમ્પમાં જોવા મળી શકે છે  ધોની

ભારતના પૂર્વ કેપ્ટન અને દેશભરમાં લોકોના ખુબ જ ચાહિતા એવા મહેન્દ્ર સિંહ ધોની અંગે ક્રિકેટના ભવિષ્યને લઈને અવનવી અટકળો આવતી રહે છે,38 વર્ષના ધોની દિગ્ગજ વિકેટકીપર બલ્લેબાઝ હવે મેદાનમાં પરત ફરવાની તૈયારીઓ કરી રહ્યા છે.જો મીડિયાની વાત માનવામાં આવે તો ધોની હવે 2020ની આઈપીએલ માટે પોતાનો ફ્યુચર પ્લાન તૈયાર કરી લીધો છે.

ચેન્નઈ સુપર કિંગ્સનું ટ્રેનિંગ કેમ્પસ આવનારી 1લી માર્ચથી શરુ થનાર છે,મળતી માહિતી પ્રમાણે 29 ફ્રેબ્રુઆરીના રોજ ધોની ચેન્નઈ આવી પહોંચશે,આ વખતની આઈપીએલ મેચનો દોર 29 માર્ચથી શરુ થનાર છે.ત્યારે બીજી તરફ કહેવામાં આવી રહ્યું છે કેસીએસકે એ પણ ધોનીના સ્વાગતની તૈયારીઓ કરી લીધી છે.

એક નહી પરુંતુ બે વાર વિશ્વ કપ જીતનારી ભારતની ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચુકેલા ધોની ઈગ્લેંન્ડમાં વર્ષ 2019 વિશ્વ કપમાંથી ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ તેઓએ બ્રેક લીધો હતો.ત્યાર બાદ તેઓ જમ્મુ કાશ્મીરમાં આર્મીના જવાનો સાથે પણ થોડો સમય પસાર કરતા જોવા મળ્યા હતા.

વિતેલા વર્ષે મુંબઈમાં એક કાર્યક્રમ વખતે ધોનીને પોતાના ક્રિકેટ જગતમાં પાછા ફરવાનો સવાલ પૂછવામાં આવ્યો હતો,ત્યારે જવાબમાં તેમણે જાન્યુઆરી સુધી કંઈજ ન પુછો એમ જણાવ્યું હતું,જેને જોતા હવે લાગી રહ્યું છે કે ક્રિકેટ શોખીનોનો પ્રિય ખેલાડી ધોની હવે ટૂંક સમયમાં જ મેદાનમાં પરત ફરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ધાનીને બીસીસીઆઈ એ 16 જાન્યુઆરીના રોજ કોન્ટ્રેક્ટ લિસ્ટમાંથી  બાકાત કર્યો હતો,પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના ફ્યુચરને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે રાંચીમાં પોતાની ઘરેલુ ટીમ ઝારખંડ સાથે મળીને અભ્યાસ સત્રમાં ભાગ લીધો હતો,આ રીતે તેમણે આવનારી ઈન્ડિયન પ્રીમિયર માટે પોતાને તૈયાર કરતા હોવાના સંકેત આપ્યા છે એમ કહી શકાય.

ઉલ્લેખનીય છે કે જ્યારે આ દિગ્ગજ ક્રિકેટની કારકીર્દિ વિશે પ્રશ્નો ઉભા થવા પર કહેવામાં આવી રહ્યું છે કે ખુદ ધોની આ વિષય  પર નિર્ણય લેશે. એવું માનવામાં આવે છે કે ધોનીની નજર હવે આઈપીએલની 13 મી સીઝનમાં છે, જ્યાં તે પોતાનો 100 ટકા ભાગ આપવા તૈયાર છે. એટલે કે, આઈપીએલમાં પરફોર્મન્સના આધારે રાષ્ટ્રીય પસંદગીકારો ઓક્ટોબરમાં યોજાનારી ટી -20 વર્લ્ડ કપ માટે ધોની કેટલો તૈયાર છે તે નક્કી કરશે.

(સાહીન)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CORONA VIRUS: જાપાન ખાતે જહાજમાં ફસાયેલા કોરોનાગ્રસ્ત ભારતીયોને પાછા લાવવાની તૈયારી

અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં 11 હજાર પોલીસ કર્મચારીઓ રહેશે તૈનાત