1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્રમાં સારા સમાચાર- કોરોના વાયરસના 5 સંક્રમિત દર્દીઓ થયા સ્વસ્થ
મહારાષ્ટ્રમાં સારા સમાચાર- કોરોના વાયરસના 5 સંક્રમિત દર્દીઓ થયા સ્વસ્થ

મહારાષ્ટ્રમાં સારા સમાચાર- કોરોના વાયરસના 5 સંક્રમિત દર્દીઓ થયા સ્વસ્થ

0
  • મહારાષ્ટ્રમાં 5 દર્દીઓ સ્વસ્થ થયા
  • 5 દર્દીઓના બીજી વાર રિપોર્ટ કરવામાં આવ્યા
  • રિપોર્ટ નેગેટિવ આવતા દર્દીઓને રજા આપવામાં આવી

ઉદ્ધવ સરકારે મહારાષ્ટ્રમાં પુના,મુંબઈ,પિમ્પરી-ચિંચવાડ અને નાગપુર શહેરને લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે,આ તમામ શહેરો આવનારી 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવશે, જો કે  લોકડાઉનથી ભયભીત થવાની જરુર નથી કારણે કે જરુરી સેવાઓ ચાલુ રાખવામાં આવશે.

મહારાષ્ટ્ર હાલ એવું રાજ્ય છે કે,જ્યા કોરોનાના સૌથી વધુ પોઝેટિવ કેસ નોંધાયા છે ત્યારે  ગંભીર પરિસ્થિતિ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે,જેમાં કોરોનાથી સંક્રમિત 5 લોકો સ્વસ્થ થવાના સમાચાર મળી રહ્યા છે,આ તમામ દર્દીઓના ફરી એકવાર ટેસ્ટ કરવામાં આવતા આ ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ જોવા મળ્યા છે.

આ અંગે સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે,જે દર્દીઓ કોરોના વાયરસ પોઝેટિવ મળી આવ્યા હતા,તેમના બીજી વાર રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા જે નેગેટીવ આવ્યા છે,આ તમામ 5 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.તો બીજી તરફ મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા વધીને 52 થઈ ચૂકી છે,જેને લઈને મહારાષ્ટ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.મહારાષ્ટ્ર સરકારે 4 મુખ્ય શહેરોને લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે.

(સાહીન)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.