BUSINESSHOLLYWOODImportant StoriesINTERNATIONALLIFESTYLETECHNOLOGYTELEBUZZગુજરાતી

ગૂગલ કરશે ભારતમાં જંગી રોકાણ, સુંદર પિચાઇએ કરી જાહેરાત

  • ગૂગલ ભારતમાં 75 હજાર કરોડનું કરશે રોકાણ
  • ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થામાં આવશે તેજી
  • જીએસટી અને ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગૂગલની મુખ્ય ભૂમિકા
  • ડિજિટલ એજ્યુકેશન માટે 1 મિલિયન અમેરિકી ડોલરનું રોકાણ

ગૂગલે ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે 75,000 કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરી છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઇએ જણાવ્યું હતું કે દેશમાં આયોજીત થઈ રહેલા છઠ્ઠા ગૂગલ ફોર ઈન્ડિયા કાર્યક્રમમાં ભારતમાં 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની વાત કહી છે. તેમણે કહ્યું, ‘ગૂગલ ડિજિટલ ઇકોનોમીને વેગ આપવા માટે આવતા 5 થી 7 વર્ષમાં 75 હજાર કરોડનું રોકાણ કરશે. ઇકોસિસ્ટમ ઇન્વેસ્ટમેન્ટમાં આ રોકાણ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ, પાટનરશીપ અને ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મિસ્કચર થશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઇલ મેન્યુફેક્ચરિંગ સાથે અમે ભાગીદારી કરી છે અને સસ્તા દરે મોબાઇલ ફોન પ્રદાન કરવા તરફ કામ કર્યું છે. Google My Business 26 મિલિયન ડિજિટાઇઝ્ડ છે. 3 મિલિયન ગૂગલ પેનો ઉપયોગ કરે છે.

જીએસટી અને ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગૂગલે મહત્વની ભૂમિકા નિભાવી છે. આરોગ્ય અને કૃષિ માટે કૃત્રિમ બુદ્ધિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉપરાંત, ભારતીય ભાષાને ડિજિટલાઇઝ કરવાનું કામ કર્યું છે. ઇન્ડિયાની એપ ઇકોનોમી ઝડપી ગતિએ વધી રહી છે. અમે ફક્ત એપ્લિકેશનના ડાઉનલોડમાં જ નહીં પણ અપલોડ પણ કરીશું. ગૂગલ ભારતના ડિજિટલ વિલેજને લઈ ઝડપથી કામ કરી રહ્યું છે.

ગુગલ તરફથી ભારતમાં 1 મિલિયન અમેરિકી ડોલરનું રોકાણ ડિજિટલ શિક્ષણ અને ટીઝર્સને શિક્ષિત કરવાનું કામ કરવામાં આવશે. ડિજિટલ ઇન્ડિયામાં ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવાનું કામ કરવામાં આવ્યું છે. ખાસ કરીને લોકડાઉન દરમિયાન ડિજિટલ શિક્ષણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

(Devanshi)