BUSINESSHOLLYWOODImportant StoriesINTERNATIONALLIFESTYLENATIONALTECHNOLOGYTELEBUZZગુજરાતી

કોરોનાવાયરસની અમેરિકામાં અસર, ગૂગલ પોતાની ઓફિસ આટલા મહિના બંધ રાખશે

  • ગૂગલની ઓફિસ 7 સપ્ટેમ્બર સુધી રહેશે બંધ
  • ઓફિસ ફરીથી ખોલવાનો સમય બે મહિના વધારાયો
  • કંપનીએ કર્મચારીઓને મેમો મોકલીને આપી માહિતી

દિગ્ગજ ટેક કંપની ગૂગલે અમેરિકા સહિત ઘણા દેશોમાં 7 સપ્ટેમ્બર સુધી ઓફિસો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. કંપનીએ 6 જુલાઈથી ઓફિસ ખોલવાની જાહેરાત કરી હતી.પરંતુ હવે કોરોનાના વધતા જતા કેસને ધ્યાને રાખી ગૂગલે 7 સપ્ટેમ્બરે ઓફિસ ખોલવાનો નિર્ણય લીધો છે.

આ દરમિયાન કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે શરૂઆતના તબક્કામાં કંપની માત્ર મર્યાદિત સંખ્યામાં કર્મચારીઓને જ બોલાવશે. જો કે, કોરોનાના વધતા જતા કેસને કારણે કંપનીએ ઓફિસ ખોલવાના સમયમાં વધારો કર્યો છે. કંપનીએ નિવેદનમાં જણાવ્યું છે કે પરિસ્થિતિ મુજબ પરવાનગી મળવા પર રોટેશન પ્રોગ્રામને સ્કેલ કરીને સપ્ટેમ્બર સુધીમાં 30 ટકા ક્ષમતાવાળી ઓફિસ શરૂ કરશે.

એક રિપોર્ટ મુજબ, આલ્ફાબેટ કંપનીએ તેના કર્મચારીઓને મેમો મોકલ્યો છે. આમાં તેમણે કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનું જણાવ્યું છે. કંપનીએ કહ્યું છે કે જ્યાં સુધી કંપની તેમને ઓફિસમાં આવવાનું કહેશે નહીં ત્યાં સુધી કર્મચારીઓ ઘરેથી કામ કરતા રહેશે. કંપનીએ આ પગલું વૈશ્વિક સુરક્ષાને લઇ ભર્યું છે. કંપનીએ કહ્યું કે ઘણા શહેરોમાં હજી પણ કોરોનાના કેસ ખૂબ જ વધારે છે.

કંપની પહેલાથી જ તેના મોટાભાગના કર્મચારીઓને આખા વર્ષ દરમિયાન ઘરેથી કામ કરવાની મંજૂરી આપી છે.તો સાથે કંપનીએ દરેક કર્મચારીને ઘરેથી કામ કરવા માટે જરૂરી સાધનસામગ્રી અને ઓફિસ ફર્નિચર ખર્ચ માટે અથવા તેમના દેશના નિવાસસ્થાન અનુસાર સમાન કિંમત માટે 1000 ની ભથ્થાની પણ જાહેરાત કરી છે.

(Devanshi)