1. Home
  2. ગુજરાતી
  3. ચંદ્રયાન-3ને સરકારે આપી પરવાનગી – તામિલનાડુના થુથુકુડીમાં નવું સ્પેસ પોર્ટ બનશે- ઈસરો ચીફ
ચંદ્રયાન-3ને સરકારે આપી પરવાનગી – તામિલનાડુના થુથુકુડીમાં નવું સ્પેસ પોર્ટ બનશે- ઈસરો ચીફ

ચંદ્રયાન-3ને સરકારે આપી પરવાનગી – તામિલનાડુના થુથુકુડીમાં નવું સ્પેસ પોર્ટ બનશે- ઈસરો ચીફ

0
  • ચંદ્રયાન-3ને સરકાર તરફથી મંજુરી મળી
  • તામિલનાડુના થુથુકુડીમાં નવું સ્પેસ પોર્ટ બનશે
  • 3 જીપીપીપી નેવિગેટરને મંજુરી
  • ગગનયાન પ્રોજેક્ટ પર સાવધાની પૂર્વક કામ થી રહ્યું છે-કે સિવન
  • ગગનયાન માટે પસંદ કરાયેલ 4 એસ્ટ્રોનૉટ્સ રશિયામાં લેશે ટ્રેનિંગ

વર્ષ 2019મા ચંદ્રયાન-2ની ચર્ચા મોખરે રહી હતી,ચંદ્રયાન-2 મોટો ભાગે સફળ રહ્યુ છંત્તા પણ તેને પુરી સફળતા નહોતી મળી અને તે નિષ્ફળ મિશન રહ્યું, તે સાથે જ ઈસરોના સીફએ કહ્યું હતું કે,અમે સતત પ્રયત્નો કરતા રહીશું,હાર નહી માનીએ. ત્યારે હવે ચંદ્રયાન-3ને મંજુરી મળી ચુકી છે.નવા વર્ષની શરુઆતમાં ઈસરોના ચીફ કે સિવને વર્ષ 2019ની ઉપલબ્ઘિઓ અને 2020ના વર્ષમાં ક્યા-ક્યા ટારગેટ પર ઘ્યાન આપવાનું છે તે અંગે જણાવ્યું છે.

ચંદ્રયાન-3ને મંજુરી મળતા ઈસરોના ચીફએ કહ્યું કે, “હવેનું નવું સ્પેસ પોર્ટ તમિલનાડુના થુથુકુડીમાં બનાવવામાં આવશે,ચંદ્રયાન-2નું ઓર્બિટ ખુબ જ સારુ કાર્ય કરી રહ્યું છે,3 જીપીપીપી એ અમારા નેવિગેટરને મંજુરી આપી દીઘી છે,તે સાથે જ હવે ખુબ જ ઓછા સમયમાં દેશના દરેક મોબાઈલમાં જીપીએસ હશે”,તેમણે વઘુંમાં કહ્યું કે,”ચંદ્રયાન-3ને સરકાર તરફથી પરવાનગી મળી ચૂકી છે,ચંદ્રયાન-3 પણ ચંદ્રયાન-2 જેવું જ હશે,પરંતુ આ  વખતે માત્ર લેન્ડર રૉવર અને પ્રોપલ્શન મૉડલ હશે.જેમાં ઓર્બિટ મોકલવામાં નહી આવે,કારણ કે ચંદ્રયાન-2ના ઓર્બિટરના માઘ્યમથી આ ચંદ્રયાનમાં મદદ લેવામાં આવશે.2019મા ગગનયાન પ્રોજેક્ટ પર ઘણું કાર્ય થયું છે.વર્ષ 2020 સમગ્ર ગગનયાન માટે પસંદ કરવામાં આવેલા 4 એસ્ટ્રોનૉટ્સ ટ્રેનિંગ માટે રશિયા મોકલવામાં આવશે”

તેમણે કહ્યું કે, “ચંદ્રયાન-2નું ઓર્બિટ ખુબ જ સારુ કાર્ય કરી રહ્યું છે,જે હજુ વનારા 7 વર્ષ સુઘી કાર્ય કરશે,વિશ્વમાં જીપીએસ સિસ્ટમને માન્યતા આપનારી સંસ્થા 3-જીપીપીપી એ અમારી નેવિગેટર પોઝિશનિંગ સિસ્ટમને માન્યતા આપી છે. તેથી ટૂંક સમયમાં દેશના તમામ મોબાઇલમાં પોઝિશન સિસ્ટમ હશે”

ઈસરોના ચીફએ જણાવ્યું કે, “ચંદ્રયાન-2નું લેન્ડર ખુબ જ ઝડપી હોવાને કારણે સાચી દિશા અને રસ્તો ન શોઘી શક્યું અને જેના કારણે લેન્ડિગં ખુબ જ અઘરુ રહ્યું,અને આ આરોપ ખોટો લગાવવામાં આવી રહ્યો છે કે,ચંદ્રયાન-2 નિષ્ફળ થવાનું કારણ બીજા સેટેલાઈટના લોન્ચિંગમાં વિલંબ છે,સેટેલાઈટ લોન્ચ કરવા માટે રોકેટ્સ બનાવવામાં આવે છે,જેવી રીતે અમારા પાસે રોકેટ હોય છે તે રીતે અને લોન્ચિંગ કરી જ દઈએ છે,જો કે આવનારા માર્ચ સુઘીમાં અમે એ તમામ ઉપગ્રહો લોન્ચ કરીશું જે વર્ષ 2019ના અંત સુઘી લોન્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું”

આ ઉપરાંત કે સિવને કહ્યું કે, “ગનયાન પ્રોજેક્ટના પ્રારંભિક તબક્કા હેઠળ આ વર્ષે માનવરહિત મિશન કરવાનું આયોજન છે. જો કામ પુરુ થશે તો  કરીશું, નહીં તો આવતા વર્ષે પુરુ કરવામાં આવશે. આ મિશન એટલા પણ સરળ સહજ નથી હોતા કે તરત પુર્ણ થઈ શકે. તેના માટે ઘણી તૈયારીઓ કરવી પડે છે. થોડીક ભુલ પણ મોટું નુકસાન કરી શકે છે. તેથી, ગગનયાન પ્રોજેક્ટ પર સાવધાનીપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે”

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.