revoinews

ગુજરાત સરકાર માસ્ક મુદ્દે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટના દ્વારે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે માસ્ક મુદ્દે હાઈકોર્ટે આકરુ વલણ અપનાવીને માસ્ક નહીં પહેરનારને કોવિડ કેસ સેન્ટરમાં સેવા આપવાના કરેલા આદેશ સામે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યાં હોવાનું જાણવા મળે છે. તેમજ આ અપીલ ઉપર આજે જ સુનાવણી કરવા માટે એસજીએ વિનંતી કરી હોવાનું પણ જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે માસ્ક વગર ફરતા લોકોને પકડીને તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. દરમિયાન ગુજરાત હાઈકોર્ટે માસ્ક નહીં પહેનાર લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત સેવાનો આદેશ કર્યો હતો. ગઈકાલે હાઈકોર્ટે કરેલા આદેશ બાદ સરકારના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીની બેઠક મળી હતી. જેમાં હાઈકોર્ટના આદેશ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

દરમિયાન ગુજરાત સરકારે હાઈકોર્ટના આદેશ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હોવાનું જાણવા મળે છે. માસ્ક મુદ્દે હાઈકોર્ટના આદેશના પાલન અંગે અસમંજસમાં મુકાયેલી સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. તેમજ એસજીએ આ અપીલ ઉપર આજે જ સુનાવણી હાથ ધરવા માટે વિનંતી પણ કરી હોવાનું જાણવા મળે છે.

Related posts
Politicalગુજરાતી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે હાઈકોર્ટમાં અરજી

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. આ ચૂંટણી બેલેટ પેપરથી યોજવાની માંગણી સાથે હાઈકોર્ટમાં અરજી થઈ…
Nationalગુજરાતી

26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર SCમાં 20મીએ થશે સુનાવણી

નવા કૃષિ કાયદા વિરુદ્વ ખેડૂતોનું આંદોલન સતત વેગ પકડી રહ્યું છે હવે ખેડૂતોએ 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલીનું કર્યું એલાન આ ટ્રેક્ટર રેલી…
Regionalગુજરાતી

રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહનોની ગતિ મર્યાદા કરી નક્કી, હવે આટલી સ્પીડ લિમિટમાં જ ચલાવવું પડશે તમારું વાહન

રાજ્યના અનેક શહેરોમાં ઝડપી ગતિએ વાહન ચલાવતા વાહનચાલકો ચેતી જજો રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહન ચલાવવા માટેની ગતિ મર્યાદા નક્કી કરી હવે…

Leave a Reply