NATIONALગુજરાતી

પ્રતિબંધિત 59 ચાઈનીઝ મોબાઈલ એપ્સને ભારત સરકારે આપી ચેતવણી

દિલ્હીઃ ચીનના જવાનોએ કરેલા હુમલામાં 20 જેટલા ભારતીય જવાનો શહીદ થયાં હતા. તેમજ સીમા વિવાદ વકર્યો હતો. આ દરમિયાન રાષ્ટ્રની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ટીકટોક સહિત 59 જેટલી ચાઈનીઝ એપ્સ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. ત્યારે હવે ભારત સરકારે આ કંપનીઓને પ્રતિબંધના આદેશનું પાલન કરવા અને પાલન નહીં કરવામાં આવે તો આકરી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટીકટોક, યુસી બ્રાઉઝર સહિત 59 ચાઈનીઝ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જેથી ચાઈનાએ અને પ્રતિબંધિત કંપનીઓ નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન ટીકટોક સહિતની કેટલીક પ્રતિબંધિત ચાઈનીઝ એપ્સ ગેરકાયદે રીતે ભારતીય મોબાઈલ ફોનમાં ઘુસણખોરી કરી રહી હોવાની ફરિયોદો ઉઠી હતી.

ભારત સરકારના આઈટી મંત્રાલયે આ તમામ કંપનીઓને પત્ર લખ્યો છે જેમાં ચેતવણી આપી છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ પ્રતિબંધિત એપ્સની ઉપલબ્ધતા અને સંચાલન ચાલુ રાખવું એ માત્ર ગેરકાયદેસર જ નહીં પરંતુ ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજી અધિનિયમ અને અન્ય લાગુ કાયદાઓ હેઠળ અપરાધ પણ છે અને તેના માટે ગંભીર કાર્યવાહી થઈ શકે છે. આ એપ્સ ભારતમાં કોઈ પણ માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવશે તો સરકારી આદેશોના ભંગ તરીકે ગણીને આવી કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વચ્ચે ચાલતા સીમા વિવાદ વચ્ચે ભારત સરકાર દ્વારા 59 જેટલી ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેમજ ભારતમાં કાર્યરત કેટલીક કંપનીઓ રોડ નિર્માણ સહિતની કામગીરીથી દૂર કરવામાં આવી છે.

Related posts
INTERNATIONALPolitical

ભારતને તમામ મોરચે ઘેરી લેવાની ચીનની ચાલ, અમેરિકાની ખાનગી ઈન્સ્ટિટ્યૂટનો રિપોર્ટ

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સરહદ પર વાતાવરણ તંગ છે, 1962માં ચીને જે પોતાની મેલી મુરાદ બતાવી હતી તેને ભારત ભૂલ્યુ નથી પરંતુ…
INTERNATIONALPolitical

UNGAમાં ચીનના રાષ્ટ્રપતિએ કહ્યુ, અમારી કોઈ દેશ સાથે કોલ્ડ કરવાની ઈચ્છા નથી

નવી દિલ્લી:  સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75માં સેશનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગએ કહ્યું કે ચીનની કોઈ દેશ સાથે કોલ્ડ વોર કરવાની ઈચ્છા નથી…
Important StoriesINTERNATIONAL

નેપાળને ચીનની સાથે સંબંધ રાખવા પડી ગયા ભારે, ચીને નેપાળની જમીન પર કર્યો કબ્જો

દિલ્લી:  નેપાળે ચીન સાથે જે રીતે સંબંધ વધાર્યા હતા તેની સજા આજે નેપાળને મળી હોય તેવું લાગી રહ્યુ છે. કારણ છે કે…

Leave a Reply