revoinews

મહારાષ્ટ્ર સરકારની ચેતવણી – નિયમો ભંગ કરવા પર લાગી શકે છે ફરીથી લોકડાઉન

  • મહારાષ્ટ્ર સરકારની ચેતવણી
  • કોરોનાના નિયમો ભંગ કરવા પર લોકડાઉન લાગી શકે છે
  • લોકોને  માસ્ક પહેરવા અને શઆરિરીક અંતર જાળવવા કરી અપીલ

મુંબઈ-: સમગ્ર  દેશ ફરી એકવાર કોરોનાની ઝપેટમાં સંપડાઈ રહ્યો છે, દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે  ત્યારે હવે સરકાર પણ સખ્ત વલણ અપનાવી રહી છે જેથી કરીને કોરોનાના નિયમો સખ્ત બની શકે અને જનતા તેનું પાલન કરે , ત્યારે મહારાષ્ટ્રમાં સરકાર દ્રારા ચેતવણી આપવામાં આવી છે કે, જો કોરોનાના નિર્દેશોનું પાલન ન કરાશે તો ફરીથી રાજ્યમાં લોકડાઉન કરવાની ફરજ પડી શકે છે.

સીએમ ઉદ્ધવ ઠાકરે એ લોકોને નિયમોનું પાલન કરવાની કરી અપીલ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ રવિવારે રાજ્યના લોકોને  કહ્યું હતું  કે, તેઓ કોરોના સામેની પોતાની સાવચેતી સતર્કતા પર ધ્યાન ન આપે તો લોકડાઉન લાગી શકે છે, તેમણે જનતાને અપીલ કરી કે,લોકડાઉનને ટાળવા માટે આરોગ્ય સુરક્ષાના નિયમોનું કડક પાલન કરો. તેમણે ચેતવણી પણ આપી હતી કે, જો લોકો સલામતીનાં પગલાંનું પાલન નહીં કરે તો કોરોના પણ સુનામીની જેમ બીજી તરંગને ગતિ પ્રદાન કરી શકે છે.

કોરોના ગાઈટલાઈનનું અનુસરણ ન કરાવથી લાગી શકે છે લોકડાઉન

સીએમ એ વધુમાં કહ્યું કે,  અમને રાત્રી કર્ફ્યુ લાદવાની સલાહ કરવામાં આવી છે પરંતુ અમે નથી માનતા કે, આ પ્રકારની પાબંધિઓ દ્રારા કઈ મેળવી શકાશે, તેમણ કહ્યું કે, લોકડાઉનની શર્તોમાં છૂટછાટ આપવાનો અર્થ એ નથી કે, મહામારી જતી રહી છે, માટે લોકોએ હવે સતર્ક અને સાવધાન રહેવાની જરુર છે.

મુખ્યમંત્રીએ જનતાને કહ્યું કે, “મોટા પ્રમાણમાં લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન કરી જ રહ્યા છે પરંતુ તેના સામે ઘણા  લોકો માસ્ક વગર ભીડભાડ વાળી જગ્યાઓ પર બેફિકર ફરી રહ્યા છે, અમદાવાદમાં રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યું છે, જો તમે કોરોનાની ગંભીરતાને નહી સમજો તો રાજ્યમાં પણ લોકોડાઉન કરવાની ફરજ ઊભી થશે”

ઠાકરેએ કહ્યું, ફટાકડાથી મુક્ત દિવાળી ઉજવવા બદલ હું તમારો આભાર માનું છું. હું મારી નિરાશા વ્યક્ત કરું છું કે કોવિડ -19 નિવારણના નિયમોનું કેટલીક જગ્યાઓ પર પાલન કરવામાં આવી રહ્યું નથી. તેમણે કહ્યું, હું તમને  બિનજરૂરી ગમે ત્યા ફરાવાથી બચવાની સલાહ આપુ છે, જો તમારે બહાર નીકળવું હોય, તો કૃપા કરીને માસ્ક પહેરીને એકબીજાથી અંતચર જાળવી રાખો

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, અહીં વિતેલા દિવસે 5 હજાર 700થી વધુ નવા કેસ સામે આવ્યા છેજેને લઈને સરકારે ચિંતા વ્યક્ત કરી છે, જેમાં 20 ટકા દર્દીઓ મુંબઈમાં જ નોંધાયા છે,.

સાહીન-

Related posts
Nationalગુજરાતી

રસીકરણના બીજા તબક્કામાં વડા પ્રધાન, મુખ્યમંત્રી સહિતના નેતાઓને અપાશે વેક્સિન

રસીકરણના બીજા તબક્કામાં નેતાઓ લઈ શકે છે વેક્સિન દરેક લોકો તરફથી આ અંગે સવાલ ઉત્પન્ન થયા હતાલ નેતાઓ પણ સતત લોકોના સંપર્કમાં…
Regionalગુજરાતી

કોરોના મહામારીને પગલે નવા પાસપોર્ટની અરજી કરનારાઓની સંખ્યામાં થયો ઘટાડો

અમદાવાદઃ ભારત ઉપરાંત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાએ અજગર ભરડો લીધો હતો. જેથી ભારત દ્વારા વિમાની સેવાઓ બંધ કરવામાં આવી હતી. જો કે,…
Nationalગુજરાતી

દેશમાં કોરોનાની રસી માર્ચ મહિનામાં બજારમાં થશે ઉપલબ્ધ ?

દિલ્હીઃ કોરોના મહામારી સામેની લડાઈ અંતિમ તબક્કામાં પહોંચી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસીકરણના મહાઅભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. જો કે, આગામી માર્ચ…

Leave a Reply