1. Home
  2. Political
  3. પુલવામા એટેકનું પાપ પાકિસ્તાનને રાખશે તરસ્યું, મોદી સરકારે પાકિસ્તાનમાં જતા પાણીને રોક્યું
પુલવામા એટેકનું પાપ પાકિસ્તાનને રાખશે તરસ્યું, મોદી સરકારે પાકિસ્તાનમાં જતા પાણીને રોક્યું

પુલવામા એટેકનું પાપ પાકિસ્તાનને રાખશે તરસ્યું, મોદી સરકારે પાકિસ્તાનમાં જતા પાણીને રોક્યું

0

પુલવામા એટેક બાદ ભારતે પાકિસ્તાન સામે મોટું પગલું ઉઠાવ્યું છે. આ પગલા હેઠળ ભારત દ્વારા પાકિસ્તાન તરફ જનારા પાણીને રોકવામા આવ્યું છે. કેન્દ્રીય જળ સંસાધન પ્રધાન નીતિન ગડકરીએ ટ્વિટ કરીને આની જાણકારી આપી છે. આ પાણીને વાળીને કાશ્મીર અને પંજાબને આપવામાં આવશે. આ પહેલા ગડકરીએ બુધવારે બાગપતમાં પાકિસ્તાનને મળનારા પાણીને રોકવાની વાત કરી હતી.

ત્રણ નદીઓ બિયાસ, રાવી અને સતલજ નદીના પાણી ભારતમાં થઈને પાકિસ્તાન પહોંચે છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યુ હતુ કે ભારત આ ત્રણ નદીઓનું પાણી યમુનામાં છોડશે. પરંતુ ગુરુવારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે ભારત સિંધુ જળ સમજૂતી હેઠળ ત્રણ નદીઓમાંથી પાકિસ્તાનને મળનારું પાણી બંધ કરવા જઈ રહ્યું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સમજૂતી પર 19 સપ્ટેમ્બર-1960ના રોજ હસ્તાક્ષર થયા હતા. ભારત તરફથી દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ અયૂબ ખાને આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. બંન દેશો વચ્ચે આ સંધિ વિશ્વબેંકની રાહબરી હેઠળ થઈ હતી. આના પહેલા લગભગ એક સુધી બંને દેશો વચ્ચે આ મુદ્દા પર વાતચીત થઈ હતી.

LEAVE YOUR COMMENT