1. Home
  2. Political
  3. EDએ ભૂતપૂર્વ પ્રધાન એમ. કે. અલાગિરીના પુત્રની 40 કરોડ રૂપિયાની મિલ્કત કરી જપ્ત
EDએ ભૂતપૂર્વ પ્રધાન એમ. કે. અલાગિરીના પુત્રની 40 કરોડ રૂપિયાની મિલ્કત કરી જપ્ત

EDએ ભૂતપૂર્વ પ્રધાન એમ. કે. અલાગિરીના પુત્રની 40 કરોડ રૂપિયાની મિલ્કત કરી જપ્ત

0

ઈડીએ ગેરકાયદેસર ગ્રેનાઈટ ખનનના મામલામાં ભૂતપૂર્વ રસાયણ અને ખાતર પ્રધાન એમ. કે. અલાગિરીના પુત્ર અલાગિરી દયાનિધિની 40 કરોડ રૂપિયાની મિલ્કત જપ્ત કરી છે. અલાગિરી કરુણાનિધિના પુત્ર છે અને તેમને પાર્ટી વિરોધી ગતિવિધિઓના કારણે ડીએમકેમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

આ પહેલા 2017માં ગેરકાયદેસર ગ્રેનાઈટ ખનનના જ એક મામલામાં તમિલનાડુ પોલીસે મદુરાઈની કોર્ટમાં દયાનિધિ અને અન્ય 14 લોકોની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે કહ્યું હતું કે મદુરાઈમાં આરોપીઓએ 257 કરોડ રૂપિયાનું ગેરકાયદેસર ગ્રેનાઈટ ખનન કર્યું હતું. તેના પહેલા ઈડીએ ગેરકાયદેસર ખનનના મામલામાં 200 કરોડથી વધારેની મિલ્કતોને જપ્ત કરી હતી.

ઈડીનું કહેવું છે કે કંપનીના શેરધારકો એસ. નાગરાજન અને અલાગિરી દયાનિધિએ અન્ય આરોપીઓ સાથે ગુનાહીત ષડયંત્ર કર્યું અને ટીએએમઆઈએન લીઝ લીધેલી જમીનમાં ગેરકાયદેસર ખનન ગતિવિધિઓમાં સામેલ હતા. જેનાથી સરકારને મોટું નુકસાન અને સંબંધિત વ્યક્તિઓને ફાયદો થયો.

ઈડીએ નોંધાવેલી એફઆઈઆર અને કંપની, તેના પ્રવર્તકો, નિદેશકો અને અન્ય વિરુદ્ધ તમિલનાડુ પોલીસ દ્વારા ચાર્જશીટ પર મનીલોન્ડ્રિંગના કાયદા હેઠળ અપરાધની ભાળ મેળવવા માટે તપાસ શરૂ કરાઈ હતી.

LEAVE YOUR COMMENT