1. Home
  2. Regional
  3. ગુજરાતમાં એસટીના પાંચમી ફેબ્રુઆરીથી પૈડા થંભી જશેઃ ડ્રાઈવર-કંડકટો હડતાલની ચીમકી
ગુજરાતમાં એસટીના પાંચમી ફેબ્રુઆરીથી પૈડા થંભી જશેઃ ડ્રાઈવર-કંડકટો હડતાલની ચીમકી

ગુજરાતમાં એસટીના પાંચમી ફેબ્રુઆરીથી પૈડા થંભી જશેઃ ડ્રાઈવર-કંડકટો હડતાલની ચીમકી

0

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસટી)ના કર્મચારીઓ સાતમા પગાર પંચ સહિતના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આગામી તા. પાંચમી ફેબ્રુઆરીથી હડતાળ પર જશે. એસટીના ડ્રાઈવર-કંડકટરોની હડતાળતી એસટી બસના પૈડા થંભી જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ એસટીના કર્મચારીઓના અનેક પડતર પ્રશ્નો અંગે બન્ને એસટીના યુનિયનો દ્વારા સરકારને અનેકવાર રજુઆત કરવા છતાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આગામી તા.પાંચમી ફેબ્રુઆરીથી હડતાળ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી હતી.એસટી કર્મચારીઓની હડતાળમાં ડ્રાઈવરો અને કંડકટરો પણ જોડાશે.એટલે એસટી બસના સંચાલનને માઠી અસર પહોંચશે. સાતમા પગાર પંચ સહિત પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં એસટી કર્મચારીઓએ 5મી ફેબ્રુઆરીથી હડતાળની ચીમકી ઉચ્ચારી છે અને જો તેમની માંગણીઓ સરકાર દ્વારા નહીં સ્વીકારવામાં આવે તો એસટી બસોના પૈડા થંભી જશે અને લાખો મુસાફરો રઝળી પડશે. એસટીના ત્રણ યુનિયન દ્રારા સંયુક્ત આંદોલનનું એલાન આપવામાં આવ્યું છે. સાતમાં પગારપંચનો અમલ કરાવવા માટે એસટી બસના કર્મચારીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે.વાહનવ્યવહાર મંત્રાલય અને નિગમના અધિકારીઓ દ્વારા વારંવારની રજૂઆતો બાદ આ માંગણીના ઉકેલ અને અમલવારીની ખાતરી આપવા છતાં માંગણી સંતોષવામાં નહીં આવતા એસટી કર્મચારીઓના ત્રણેય યુનિયનોએ હાથ મિલાવી સરકાર સામે બાયો ચઢાવી છે અને જો હવે 7માં પગારપંચનો અમલ કરવામાં નહીં આવે તો 5મી ફેબ્રુઆરીથી સરકાર વિરુદ્ધનું આંદોલન પુનઃજીવિત કરવાની આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે.

LEAVE YOUR COMMENT