in ,

વડોદરામાં જાણીતા ગરબા આયોજકની ઓફિસમાં GSTના દરોડા

  • વિશ્વના સૌથી મોટા ગરબાનુ આયોજન કરાયું હતું
  • જીએસટી ચોરીની આશંકાએ તપાસનો ધમધમાટ
  • ઓફિસ બહાર ગોઠવાયો એસઆરપી બંદોબસ્ત

અમદાવાદઃ વડોદરામાં વિશ્વ વિખ્યાત ગરબા આયોજકની ઓફિસમાં જીએસટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ વર્ષે ગરબાના આયોજનમાં જીએસટીની ચોરી કરી હોવાની આશંકા સેવાઈ છે. જીએસટીના અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કરતા અન્ય ગરબા આયોજકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

વડોદરાનું જૂથ વિશ્વના સૌથી મોટા ગરબાનુ આયોજન કરે છે. આ ગરબામાં ખૈલૈયાઓ પાસેથી પાસ માટે મહિલાના 1500 અને પુરુષના 3500 રૂપિયા લેવામાં આવે છે. તેમજ 50 હજાર ખૈલૈયાઓ ગરબા રમતા હોવાનો દાવો કરવામા આવે છે. અહીં દેશ વિદેશથી ખૈલૈયાઓ ગરબા રમવા આવે છે. ત્યારે નવરાત્રિ આયોજનમા ખૈલૈયાઓના પાસ, ગાયકો, કલાવૃંદ, ફરાસખાના, ખાણીપીણી સ્ટોલના નાણાં વગેરેની આવકમાં જીએસટી ચોરી થઈ હોવાની શક્યતા સેવાઈ હતી. ત્યારે જીએસટી અધિકારીઓ દ્વારા ગરબા આયોજક ગૃપની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. હિસાબોમાં કંઈ ગરબડ ન થાય તે માટે એસઆરપીનો બંદોબસ્ત ઓફિસની બહાર ગોઠવવામાં આવ્યો છે. 

ગરબા ગાયકવૃંદ, ફરાસખાના, ડેકોરેટર્સ, વીડિયોગ્રાફી સહિતની ચૂકવણી બાદ ટ્રસ્ટને જે કમાણી થઈ છે તેમાં સરકારને કેટલો જીએસટી મળશે તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે.  વડોદરામાં દિવાળીના તહેવારો પૂર્વે જ જીએસટી દ્વારા દરોડાનો દોર શરૂ કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દરોડામાં તપાસના અંતે મોટી જીએસટી ચોરી ઝડપાવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twelve killed, 6 injured in building collapse after gas cylinder blast in UP’s Mau