in , ,

ગુજરાતમાં ટેમ્પોચાલકના ઘરે જીએસટીનો દરોડો, 200 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીની આશંકા!

અમદાવાદ: ગુજરાતમાં રાજ્ય વસ્તુ અને સેવા કર એટલે કે એસજીએસટીની ટીમે ટેક્સ ચોરીના એક મામલામાં ટેમ્પોચાલક સુરેશ ગોહિલના મકાન પર દરોડો પાડયો છે.

આ મામલો ગુજરાતના ભરૂચનો છે. જ્યાં 200 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીના એક મામલામાં ટેમ્પોચાલક સુરેશ ગોહિલના મકાન પર દરોડો પાડવામાં આવ્યો છે. એસજીએસટીના આ દરોડાથી સુરેશ ગોહિલ પણ હેરાન થઈ ગયો છે.

ભરૂચમાં સુરેશ ગોહિલ નામનો યુવક ડ્રાઈવિંગ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. દરરોજની કમાણી 200 રૂપિયાની આસપાસ છે. પરંતુ જીએસટી વિભાગના કર્મચારીઓ દ્વારા 200 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીના એક મામલામાં તેના ઘરમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

જો કે આ મામલામાં જીએસટીના કર્મચારીઓને ટેમ્પોચાલક સુરેશ ગોહિલના મકાન પરથી કંઈજ મળ્યું નહીં. સુરેશ ગોહિલ વસંત ચાલમાં એક તૂટેલા-ફૂટેલા મકાનમાં રહે છે. મકાની છતમાંથી ચોમાસામાં પામી ટપકે છે. દરોડાને લઈને જીએસટી વિભાગે જણાવ્યું છે કે ગોહિલ કન્સલ્ટન્ટ કંપનીના નામથી એક ઓનલાઈન રજિસ્ટર્ડ કંપનીનો તે માલિક છે અને તેણે 200 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો નથી. આ મામલામાં જીએસટી વિભાગે ગોહિલના મકાનની સંપૂર્ણ તપાસ કરી, પરંતુ વિભાગને ત્યાંથી કંઈ મળ્યુ નહીં.

હવે જીએસટીના અધિકારી એ વાતની તપાસ કરી રહ્યા છે કે આખરે સુરેશ ગોહિલ નામથી કોણે કેન્સલ્ટન્ટ કંપની ખોલી અને તેની પાસે સુરેશના દસ્તાવેજ ક્યાંથી આવ્યા. પરંતુ આ બધાની વચ્ચે સુરેશ ગોહિલનો જીવ 200 કરોડની ટેક્સચોરીના મામલે અધ્ધર થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જે. પી. નડ્ડાએ બોલાવી ભાજપના તમામ મોરચાના પદાધિકારીઓની બેઠક

શું નોટબંધીની અસર નથી? ત્રણ વર્ષમાં કરન્સી ઓપરેશન્સમાં 3396 અબજનો વધારો