in ,

ગુજરાત ઠુઠવાયું : ઠંડીનો પારો 4 ડિગ્રી ગગડ્યો, નલિયા ઠુંડુગાર

  • અમદાવાદમાં 13.3 ડિગ્રી ઠંડી નોંધાઈ
  • શીત લહેરનું મોજુ ફરી વળ્યું
  • રાજ્યમાં ઠંડી વધવાની હવામાનની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ગગડતા લોકોએ કડકડતી ઠંડી અનુભવી હતી. પવનની દિશા બદલાતાની સાથે ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. તેમજ આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં સૌથી ઠુંડ નગર નલિયા રહ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગ અનુસાર અમદાવાદમાં લઘુતમ તાપમાન 13.3 ડિગ્રી, ડિસાનું લઘુતમ તાપમાન 11.6 ડિગ્રી, વડોદરાનું લઘુતમ તાપમાન 14.4 ડિગ્રી, સુરતનું લઘુતમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાજકોટનું લઘુતમ તાપમાન 15.3 ડિગ્રી, ભાવનગરનું લઘુતમ તાપમાન 16.3 ડિગ્રી, પોરબંદરનું લઘુતમ તાપમાન 16.4 ડિગ્રી, ભુજનું લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી, સુરેન્દ્રનગરનું લઘુતમ તાપમાન 14.5 ડિગ્રી, કંડલા એરપોર્ટનું લઘુતમ તાપમાન 12 ડિગ્રી, ગાંધીનગરનું લઘુતમ તાપમાન 13.2 ડિગ્રી નોંધાયુ હતા. રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 3 થી 4 ડિગ્રી ગગડ્યુ છે. જેના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હજી પણ આગામી દિવસમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શકયતા છે. ચાલુ વર્ષે શિયાળામાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 1 ડિગ્રી વધુ રહશે અને કોલ્ડવેવની ફ્રિકવન્સી પણ ઘટશે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતા લોકો કડકડતી ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યાં છે. તેમજ તાપણ કરીને ઠંડીમાં રાહત મેળવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

એક કાર એ માતાને અડફેટે લેતા જ બાળક રોષે ભરાયો અને પછી કર્યું આવું…જુઓ VIRAL VIDEO

અહો આશ્ચર્યમ્- વેદ-પુરાણોના શ્ર્લોક બોલતી અને પ્રવચન આપતી આ બાળકીની ઉમર માત્ર 5 વર્ષ