in ,

ધોળકા વિધાનસભાની ચૂંટણી વિવાદમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને હાઈકોર્ટનું તેડું

અમદાવાદઃ રાજ્યમાં વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો ધોળકા બેઠક ઉપર માત્ર 327 મતની પાતળી સરસાઈથી વિજય થયો હતો. આ બેઠકની ચૂંટણીમાં બેલેટ પેપરની ગણતરી નહીં થઈ હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અરજી થઈ હતી.  ગુજરાત હાઈકોર્ટે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને 27મી ઓગસ્ટ હાજર રહેવા આદેશ કર્યો છે. ભૂપેન્દ્રસિંહને ઈલેક્શન પિટિશન કેસમાં જુબાની માટે સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યું છે.

કેસની હકીત અનુસાર વિધાનસભાની ચૂંટણી બાદ 18મી ડિસેમ્બર 2017એ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર ચુડાસમાને 327 મતે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે વિજયી જાહેર કરાયા હતા. જોકે આ મતગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં આવી ન હોવાનો વિવાદ ઊભો થયો હતો. આથી અશ્વિન રાઠોડે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, 429 જેટલા બેલેટપેપરો કે જેમાં મોટા ભાગના તેમના તરફે મત હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ઇવીએમની મતગણતરી પહેલા બેલેટપેપરની ગણતરી કરવાની જોગવાઈ છે. જોકે તેને બાજુએ મૂકીને ઇવીએમની ગણતરી કરી દેવામાં આવી હતી. આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ઈન્ફોસિસના સહસંસ્થાપક એન. નારાયણમૂર્તિની મોદી સરકારને સલાહ : “લોકપ્રિય નહીં, પણ એક્સપર્ટ આધારીત હોય આર્થિક નીતિ”

શું ચિદમ્બરમ જેવા શરદ પવારના પણ થશે હાલ? 1000 કરોડ રૂપિયાના ગોટાળામાં FIR નોંધવાના આદેશ