revoinews

ગુજરાત હાઈકોર્ટએ સુરતમાં બનેલી દુષ્કર્મ અને હત્યાની ઘટનાના આરોપીને ફાસીની સજા ફટકારી

  • અમદાવાદ હાઈકોર્ટએ દુષ્કર્મના આરોપીને ફાસીની સજા ફટકારી
  • કાયદો ક્યારે અમલમાં મુકાશે તે હવે જોવું રહ્યું
  • 2018મા બનેલી દુષ્કર્મની ઘટનાના આરોપીને મોતની સજા

તાજેતરમાં જ હેદરાબાદ ગેંગરેપ અને હત્યાના આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા,ત્યાર બાદ આ અંગે દેશભરમાં પોલીસના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું, જો કે આ પહેલા હત્યારાઓને ફાસીની સજા આપવા માટેના અનેક અભિયાન ચલાવવામાં આવ્યા હતા,દેશભરમાંથી ચારેય હત્યારાઓની મોતની સજાની માંગ ઉઠવા પામી હતી.આજ રીતે દેશભરના કેટલાક વિસ્તારોમાંથી આવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે,ત્યારે ગુજરાતના સુરતમાં પણ 2018 ઓક્ટોબર મહિનામાં એક 3 વર્ષની માસુમ સાથે બળાત્કાર અને હત્યાની ઘટના સામે આવી હતી.ત્યારે પણ ગુજરાતભરમાંથી આરોપીને સજા આપવાની માંગ ઉઠવા પામી હતી,છેવટે એક વર્ષ જેટલા સમયગાળા બાદ આ આરોપીને અમદાવાદ હાઈકોર્ટે ફાસીની સજા સંભળાવી છે.

ગુજરાત હાઈકોર્ટએ સુરતમાં ત્રણ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપને અંજામ આપનાર આરોપીને ફાંસીની સજા આપવાનો આદેશ આપ્યો છે.સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં વર્ષે 2018મા ઓક્ટોબર મહિનામાં એક બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનાની તપાસ દરમિયાન પોલીસએ બિહારના અનિલ યાદવ નામના ઈસમની ઘરપકડ કરી હતી.ત્યાર બાદ પોક્સો એક્ટ અને હત્યાની કલમો હેઠળ આરોપી પર કેસ ચલાવવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ આરોપી અનિલએ 1 ક્ટોબર વર્ષ 2018ના રોજ એક માસુમ બાળકીનું અપહરણ કર્યું ત્યાર બાદ આ 3 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો.જ્યારે બાળકીએ આરોપીના સંકજામાંથી બહાર નિકળવા હાથ-પગ પછાડ્યા ત્યારે આપોરીએ બાળકીના માથાના ભાગ પર ડંડા કે લાકડી વડે ફટકા માર્યા હતા,જેના કારણે બાળકીને બ્રેઈન હેમરેજ થયું હતું ત્યાર બાદ બાળકીનું ગળું દબાવવામાં આવતા તેનું મોત નિપજ્યું હતું.

બાળકી સાથે દુષ્કર્મ અને મોતની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં શોકનું મોજુ ફળી વળ્યું હતું, દરેક લોકોની એક જ ઈચ્છા હતી કે આરોપીને ફાસીની સજા મળવી જ જોઈએ,છેવટે અમદાવાદ હાઈકોર્ટએ આરોપી અનિલને ફાસીની સજા સંભળાવી છે,જો કે હવે જોવું રહ્યું કે કાયદો ક્યારે  આરોપીને ફાસીના ફંદે લટકાવે છે અને ક્યારે ત્રણ વર્ષની માસુમને ન્યાય મળે છે.

Related posts
Regionalrevoinewsગુજરાતી

સરકાર મેડિકલ સુવિધા આપે તો કોંગ્રેસના કાર્યાલયોને કોવિડમાં ફેરવવા તૈયાર છીએઃ ચાવડા

અમદાવાદ :   રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે. તેથી સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ કહી છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઇને…
revoinews

સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે કોવિડ કેસ સેન્ટર શરૂ કરાશે

અમદાવાદઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. પીડિતોને યોગ્ય સારવાર મળી રહે તે માટે હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં…
revoinews

ભીલડી અને જોધપુર વચ્ચે શનિવારથી દોડશે ડેમુ સ્પેશિયલ

અમદાવાદઃ પશ્વિમ  રેલ્વે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભીલડી અને જોધપુર વચ્ચે ડેમુ સ્પેશિયલ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ટ્રેન નંબર…

Leave a Reply