in , ,

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીઃ 4 બેઠકો માટે તા. 21મી ઓક્ટોબરે થશે મતદાન

  • કેન્દ્રીય ચૂંટણી પંચે કરી જાહેરાત
  • ચારેય બેઠકનું તા. 24મી થશે પરિણામ જાહેર
  • 3 બેઠકોની ચૂંટણીની નથી થઈ જાહેરાત

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટે છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણીની તારીખની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી. દરમિયાન આજે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાન સભાની ચાર બેઠકોની પેટાચૂંટણીની તારીખની જાહેરાત કરી છે. જ્યારે 3 બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. ચાર બેઠકો પર તા. 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે. જ્યારે તા. 24મી ઓક્ટોબરના રોજ મતગણતરી કરવામાં આવશે.

કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત વિધાનસભાની 4 બેઠકોની પેટાચૂંટણીની તારીખ જાહેર કરી છે. જેમાં અમદાવાદની અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડા બેઠકનો સમાવેશ થાય છે. આ ચારેય બેઠકો ઉપર તા. 21મી ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે. જ્યારે તા. 24મી ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની જીત થતા આ બેઠકો ખાલી પડી હતી. જ્યારે બાયડ, રાધનપુર અને મોરવા હડફ બેઠકો અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ બેઠકો પર વર્ષ 2017માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો.

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના 26 સાંસદોમાંથી 4 ધારાસભ્યો સાંસદ બનતાં અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડાની બેઠકો ખાલી પડી હતી. કોંગ્રેસ અને ધારાસભ્ય પદ પરથી અલ્પેશ ઠાકોર અને તેમના સાથીદાર ધવલસિંહ ઝાલાએ રાજીનામુ આપતા રાધનપુર અને બાયડ બેઠક ખાલી પડી હતી. જ્યારે મોરવા હડફ બેઠક પર ધારાસભ્યને પ્રમાણપત્રના મુદ્દે ધારાસભ્ય પદ પરથી દૂર કરવામાં આવ્યાં હતા. જેથી આ ત્રણ બેઠકો ખાલી પડી હતી. ભાજપ અને કોંગ્રેસે છેલ્લા કેટલાક દિવસોથી પેટાચૂંટણીની તૈયારીનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ફાંસી ઘરની જમીન હડપવાનો મામલો: સાંસદ આઝમ ખાનની દિવંગત માતા વિરુદ્વ પણ કેસ દાખલ

21 ઓક્ટોબરે ચૂંટણી : હરિયાણાનો રાજકીય મિજાજ અને સમીકરણ