in ,

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીઃ ભાજપ અને કોંગ્રેસમાં દાવેદારોનો રાફડો ફાટ્યો

  • કોંગ્રેસના 49 નેતા-કાર્યકરોએ કરી દાવેદારી
  • ભાજપમાં પણ મોટી સંખ્યામાં નેતા-કાર્યકરોએ માગી ટિકીટ
  • થરાદમાં શંકર ચૌધરી અને પરબત પટેલનો પુત્ર ધાવેદાર

અમદાવાદઃ કેન્દ્રીય ચૂંટણીપંચે આજે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. જો કે, ભાજપ અને કોંગ્રેસે એક મહિના અગાઉથી જ પેટાચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેમજ દાવેદારોના નામ મંગાવવાના શરૂ કરી દીધા હતા. કોંગ્રેસમાં વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકો માટે કુલ 49થી વધારે દાવેદારોએ દાવેદારી કરી છે. બીજી તરફ ભાજપમાં પણ આવી જ હાલત જોવા મળી રહે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અલ્પેશ ઠાકોરે રાજીનામું આપતા ખાલી પડેલી રાધનપુર બેઠક માટે કોંગ્રેસમાંથી એક મહિલા સહિત 9 દાવેદારોએ ટિકિટની માંગણી કરી છે. આવી જ રીતે બાયડ બેઠક માટે 8, થરાદ માટે 7, ખેરાલુ માટે 6, લુણાવાડા માટે મહિલા સહિત 7, મોરવા હડફ બેઠક પર 5 અને અમરાઈવાડી બેઠક પર બે મહિલા સહિત છ કોંગ્રેસ આગેવાનોએ દાવેદારી કરી છે. જ્યારે બીજી તરફ ભાજપમાં પણ કેટલાક આગેવાનોએ પેટાચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ભાજપમાંથી પૂર્વ મંત્રી શંકર ચૌધરી લગભગ નિશ્ચિત છે. જો કે, પ્રદેશ ભાજપ અને સરકારમાં કેટલાક નેતાઓ તેમની રિટર્ન એન્ટ્રી સામે આડા ઉતરે તેવી સ્થિતિ છે. આ સંજોગોમાં સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલને થરાદથી વિધાનસભામાં એન્ટ્રી મળે તેવી શકયતા છે. આ ઉપરાંત ખેરાલુ બેઠક પર શંકરજીના પરિવારમાંથી ટિકિટ આપવાની માંગણી થઈ રહી ચે. જ્યારે પૂર્વ ધારાસભ્ય રમિલાબેન દેસાઈનું પણ નામ ચર્ચાય રહ્યું છે. અમદાવાદની અમરાઈવાડી બેઠક પર ભાજપમાંથી 40 જેટલા દાવેદારોએ દાવેદારી કરી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત લુણાવાડા બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી હારેલા મનુ પટેલ, મહિસાગર જિલ્લા પ્રમુખ જયપ્રકાશ પટેલના નામો ચર્ચામાં છે. પૂર્વ ધારાસભ્ય કાળુ માળીવાડ પણ હવે વિધાનસભામાંથી 15 વર્ષનો વનવાસ પુરો થશે તેવી આશા રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

21 ઓક્ટોબરે ચૂંટણી : મહારાષ્ટ્રનો રાજકીય મિજાજ અને ચૂંટણી સમીકરણ

અમદાવાદના સોલામાંથી નકલી PSI ઝડપાયો