in ,

ગુજરાતમાં દારૂની રેલમછેલઃ 10 વર્ષમાં ઝડપાયો અબજો રૂપિયાનો દારૂ

  • વર્ષ 1009-10થી 2012-13 સુધીમાં રૂ. 170.07 કરોડનો દારૂ ઝડપાયો
  • વર્ષ 2013-14થી 2016-17 સુધીમાં રૂ. 239 કરોડનો દારૂ ઝબ્બે
  • રાજ્યમાં દારૂના ગુનામાં થયો વધારો

અમદાવાદઃ રાજ્યમાં વર્ષોથી દારૂબંધી છે. તેમજ પોલીસ દ્વારા પણ તેનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ બુટલેગરો પણ રાજ્યમાં દારૂ ઘુસવાના નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે. દરમિયાન રાજ્યમાં પોલીસે છેલ્લા 10 વર્ષમાં કરોડોનો દારૂનો જથ્થો ઝડપી લીધો છે. રાજ્યમાં તાય 7મી જુલાઈ 2019ની સ્થિતિએ છેલ્લા 10 વર્ષમાં પોલીસે વિદેશી અને દેશી દારૂનો જંગી જથ્થાને ઝડપી લીધો છે.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ જાહેર કરેલી યાદી અનુસાર, વર્ષ 2009-10માં રૂ. 29.14 કરોડનો વિદેશી અને રૂ. 1.32 કરોડનો દેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. આવી જ રીતે 2010-11માં રૂ. 34.82 કરોડનો વિદેશી અને રૂ. 2.23 કરોડનો દેશી દારૂ પોલીસે ઝડપી લઈને કાયદેસની કાર્યવાહી કરી હતી. વર્ષ 2011-12માં રૂ. 38.14 કરોડનો વિદેશી અને રૂ. 1.53 કરોડનો દેશી, વર્ષ 2012-13માં રૂ. 61.67 કરોડનો વિદેશી, રૂ. 1.73 કરોડનો દેશી દારૂ પકડાયો હતો.

ગુજરાતમાં વર્ષ 2013-14માં રૂ. 58.70 કરોડનો વિદેશી દારૂ, રૂ. 11 કરોડનો બિયર અને રૂ. 1.72 કરોડનો દેશી દારૂ પકડાયો હતો. 2014-15માં રૂ. 61.63 કરોડનો વિદેશી, રૂ. 12 કરોડનો બિયર અને રૂ. 1.91 કરોડનો દેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. વર્ષ 2015-16માં રૂ. 86.85 કરોડનો વિદેશી, રૂ. 16.22 કરોડનો બિયર તથા રૂ. 2.31 કરોડનો દેશી દારૂ ઝડપી લીધો હતો. 2016-17માં રૂ. 88.62 કરોડનો વિદેશી, રૂ. 17.17 કરોડનો બિયર તથા રૂ. 1.75 કરોડનો દેશી દારૂ પકડાયો હતો. વર્ષ 2017-18માં રૂ. 107,74,87,810નો વિદેશી, રૂ. 10,54,91,995નો બિયર અને રૂ. 1,61,05,950નો દેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. વર્ષ 2018-19માં રૂ. 231,13,44,551નો વિદેશી, રૂ 17,98,81,467નો બિયર અને રૂ. 254,80,82,966નો દેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PM Modi departs for US; bilateral meetings, Howdy event on schedule

પાકિસ્તાને શાહપુર અને કેરન સેક્ટરમાં કર્યું ફાયરિંગ, ભારતીય સેનાએ આપ્યો આકરો જવાબ