in ,

ગુજરાતમાં બળાત્કારના કેસોમાં ચિંતાજનક વધારોઃ 5 વર્ષ 2775 કેસ નોંધાયાં

  • હ્યુમન ટ્રાફિકિંગની ઘટનાઓમાં વધારો
  • 264 ગેરકાયદે હ્યુમન ટ્રાફિકિંગના કેસ આવ્યાં સામે

અમદાવાદઃ હૈદરાબાદમાં મહિલા તબીબ ઉપર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરવાની ઘટનાથી સમગ્ર દેશમાં લોકોમાં રોષ ફેલાયેલો છે. ત્યારે ગુજરાતમાં નવ મહિનામાં સમયગાળામાં બળાત્કારની 400 જેટલી ઘટના બની હોવાનો ખુલાસો થયો છે. વર્ષ 2014માં ગુજરાતમાં દુષ્કર્મના 424 કેસ નોંધાયા હતા. જેની સામે 2018માં આ આંકડો દ્યટવાની જગ્યાએ વધીને 572 થઈ ગયો. જયાર ચાલું વર્ષ 2019માં સપ્ટેમ્બર મહિના સુધીમાં રાજયમાં દુષ્કર્મની 400 કેસ નોંધાયા છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર, ગુજરાતમાં વર્ષ 2014થી સપ્ટેમ્બર 2019 દરમિયાન દુષ્કર્મના કુલ 2775 કેસ નોંધાયા છે. વર્ષ 2015થી સપ્ટેમ્બર 2019 સુધી રાજયના ચાર મુખ્ય શહેરો પૈકી સૌથી વધુ 291 દુષ્કર્મના કેસ અમદાવાદમાં નોંધાયા છે. વર્ષ 2015માં  અમદાવાદમાં દુષ્કર્મના 45 કેસ નોંધાયા હતા. જે વર્ષ 2018માં વધીને 70 પહોંચી ગયા હતા. જયારે આ વર્ષે સપ્ટેમ્બર 2019 સુધીમાં અમદાવાદમાં કુલ 54 દુષ્કર્મના કેસ નોંધાયા છે. જે બાદ બીજો નંબર સુરતનો છે. જયાં વર્ષ 2015થી સપ્ટેમ્બર 2019 સુધીમાં કુલ 214 જેટલા દુષ્કર્મના કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગુજરાતમાં યુવતી અને સગીરાના હ્યુમન ટ્રાફિકિંગની ઘટના પણ સામે આવી છે. રાજયમાં 14 જેટલા એવા પણ કેસ નોંધાયા છે જેમાં વિદેશથી યુવતીઓને દેહવ્યાપાર માટે લાવવામાં આવી હોય. વર્ષ 2014થી સપ્ટેમ્બર 2019 સુધીમાં રાજયમાં કુલ 264 જેટલા ગેરકાયદે હ્યુમન ટ્રાફિકિંગના કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

‘જયેશભાઈ હે એકદમ જોરદાર’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ- રણવીર સિંહ ગુજરાતી છોકરાના રોલમાં

ચંદ્રયાન-2 પર કે સિવનનું નિવેદન- અમે વિક્રમ લેન્ડર પહેલાથી જ શોધ્યું હતું અને માહિતી પણ શૅર કરી હતી