REGIONAL

ગુજરાતમાં સિઝનનો 57 ટકા વરસાદ, આગામી સમયમાં ભાર વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 57 ટકા જેટલો વરસાદ પડી ચુક્યો છે અને આગામી સમયમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં છેલ્લા 2 દિવસથી લો પ્રેશર સક્રિય થવાની સંભાવના છે અને સાથે સાથે રાજસ્થાનના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યુલેશનના કારણે અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે 12 અને 13 ઓગસ્ટના રોજ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. અત્યાર સુધી રાજ્યમાં 57 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 158 તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 5.15 ઇંચ વરસાદ થયો છે.

દાંતા 2.5 ઇંચ, ડેડિયાપાડામાં 2.5 ઇંચ, સરસ્વતીમાં 2.15 ઇંચ, સિદ્ધપુરમાં 2.15 ઇંચ, પોશીનામાં 2 ઇંચ, વાલોડમાં 2 ઇંચ, વાંસદામાં પોણા 2 ઇંચ, દાંતિવાડામાં સવા 2 ઇંચ, મહુવામાં 2.15 ઇંચ, માણસામાં પોણા 2 ઇંચ, વઘઈમાં 1.5 ઇંચ, હિમતનગરમાં 1.5 ઇંચ, આહવામાં 1.5 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે.

હવામાન વિભાગ દ્વારા વધારે જણાવવામાં આવ્યું કે આગાહી અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાયું છે અને તેથી રાજ્ય ઉપર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. લો પ્રેશરની મદદથી ગુજરાતને સારો વરસાદ મળશે તેવું હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

આગાહી પ્રમાણે 12 ઓગસ્ટના દિવસે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ  પડી શકે એમ છે અને 13 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Related posts
REGIONALગુજરાતી

ગરમાં-ગરમ 'ટામેટાનું સુપ'-હેલ્ધી અને ચટપટો રેસ્ટોરન્ટનો સ્વાદ ઘરે જ માણો

સાહીન મુલતાની– સામગ્રી 500 ગ્રામ -ટામેટા (બાફીને છાલ કાઢેલા) 1 ચમચી – ચીઝ( છિણેલું) 1 ચમચી- કર્ન ફ્લોર 1 ચમચી –  લસણ…
HealthCareREGIONALગુજરાતી

ગુજરાતમાં કોરોનાની વેક્સિને લઈ અધિકારીઓમાં બેઠકનો દોર, તાલુકા કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની રસીને તૈયારીઓ ચાલી રહી છે. હાલ દેશમાં કોરોનાની રસીની અંતિમ ટ્રાયલ ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં કોરોનાની રસી મુદ્દે…
REGIONALગુજરાતી

કોરોના કાળમાં આયુર્વેદને વધુ પ્રાધાન્ય: ગુજરાતમાં નવી 85 આયુર્વેદ ફાર્મા શરૂ થઇ

ગુજરાતમાં બેકાબૂ કોરોના સંક્રમણ વચ્ચે લોકો આયુર્વેદ તરફ વળ્યા છેલ્લા 10 મહિનામાં ગુજરાતમાં 85 આયુર્વેદ ફાર્મા કંપનીઓ શરૂ થઇ આયુર્વેદ દવાની માંગ…

Leave a Reply