in ,

ગુજરાત પોતાના હકનું નર્મદાનું પાણી મેળવીને રહેશેઃ મુખ્યપ્રધાન રૂપાણી

અમદાવાદઃ વીજળીનું કારણ આગળ ધરીને મધ્યપ્રદેશ સરકારે નર્મદાનું પાણી રોકવાની ચીમકી ઉચ્ચારતા રાજકારણ ગરમાયું છે. તેમજ મધ્યપ્રદેશની કોંગ્રેસ અને ગુજરાતની ભાજપ સરકાર સામે આવી ગયા છે. દરમિયાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત પોતાના હકનું પાણીને મળવીને રહેશે તેવો હંકાર કરીને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા.

મધ્યપ્રદેશની કમલનાથ સરકારે નર્મદાનું પાણી રોકવાની ચીમકી આપતા ગઈકાલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મધ્યપ્રદેશ સરકારને આડેહાથ લીધી હતી. તેમજ જરૂર પડે આંદોલન કરવાની તૈયારી દર્શાવી હતી. દરમિયાન આ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વીજળીનું ઉત્પાદન નહીં થતું હોવાનો આક્ષેપ ખોટા છે. વિજળી ઉત્પાદનમાંથી 57 ટકા વીજળી મધ્યપ્રદેશને આપવામાં આવે છે. જ્યારે 16 ટકા વિજળી જ ગુજરાતને મળે છે. આજ દિન સુધી કોઈ તકલીફ નથી પડી. તેમજ નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીના નિમય મુજબ જ કામગીરી થાય છે. વર્ષ 2024 સુધી નિયમમાં ફેરફાર ન કરી શકાય. વિસ્થાપિતોના પુનઃવસનની કામગીરી પણ પુરી કરી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પાણીનો ગુજરાતનો અધિકાર છે અને હકનું પાણી ગુજરાત મેળવીને જ રહેશે. નર્મદાનું પાણી નહીં આપીને કોંગ્રેસે પોતાની માનસિકતા છતી કરી દીધી છે. તેમજ નર્મદા યોજના પૂરી ન થાય તેવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ દેશના હિત વિરોધમાં કામ કરી રહી છે. મધ્યપ્રદેશના હિત વિરોધમાં ગુજરાતે ક્યારે કામ નથી કર્યું જેથી મધ્યપ્રદેશ સરકારે નર્મદાના પાણી માટે રાજકારણ ન કરવું જોઈએ. ગુજરાત કોંગ્રેસે પણ મધ્યપ્રદેશ સરકારના નિર્ણયના વિરોધમાં પોતાનો અવાજ ઉઠાવો જોઈએ. હાલ નર્મદા ડેમ 138 મીટર ભરવો જરૂરી છે અને ગુજરાત પોતાના હકનું પાણી મેળવીને જ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

મૉબ લિંન્ચિંગ પર મંત્રી મુખ્તાર નકવીનું નિવેદનઃ મોટા પ્રમાણના કેસો જુઠા અને મનઘડંત

પુલવામા આતંકીઓના ઘુષણખોરીની શંકાઃ સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન