REGIONALગુજરાતી

ચીનથી કોરોના વાયરસને પગલે પરત આવેલા ગુજરાતી વિદ્યાર્થીઓ મેળવશે ઓનલાઈન એજ્યુકેશન

  • ચીનની મેડિકલ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને કર્યા મેસેજ
  • વિદ્યાર્થીઓને આઈડી અને પાસવર્ડ પણ આપ્યાં

અમદાવાદઃ ચીનમાં હારાકાર મચાવનારા કોરોના વાયરસને પગલે ચીનમાં અભ્યાસ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓ પરત ગુજરાત ભર્યાં છે. ચીનમાં પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ પરત ફરી શકે તેમ નથી. જેથી તેમના અભ્યાસને પણ અસર પડવાની શકયતાઓ હતી. જો કે, ચીનની તિયાંનજીન મેડિકલ યુનિવર્સિટીએ ગુજરાત પરત ફરેલા પોતાના વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશનમાં જોડાવા માટે મેસેજ કર્યાં છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓને આઈડી-પાસવર્ડ પણ મોકલી આપ્યાં છે. જેથી હવે ગુજરાતમાં બેઠા-બેઠા વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરી શકશે.

ચીનમાં હાલ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને અત્યાર સુધીમાં 1500થી વધારે લોકોના મોત થયા છે. ત્યારે હજારો લોકો આ રોગના ભરડામાં આવ્યાં છે. ચીનની વિવિધ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય ભારતીયોને ભારત સરકાર દ્વારા પરત લાવવામાં આવ્યાં છે. અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ પણ ચીનની વિવિધ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા તે પરત આવી ચુક્યાં છે. તેમજ તેમનું નિયમિત મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ વેકેશન હોવાથી જાન્યુઆરીમાં પરત આવ્યાં હતા. આ વિદ્યાર્થીઓ હવે ચીનમાં પરિસ્થિતિ સામાન્ય થવાની રાહ જોઈ રહ્યાં છે. તેમજ પોતાના અભ્યાસને લઈને ચિંતામાં મુકાયા હતા. દરમિયાન ચીનની તિયાંનજીન મેડીકલ યુનિવર્સિટીએ તેમના વિદ્યાર્થીઓને આઇડી-પાસવર્ડથી યુનિવર્સિટીની વેબસાઇટમાં લોગ ઇન થઇને તા. 17મીથી ઓનલાઇન એજ્યુકેશનમાં જોડાવા મેસેજ કરવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમને લઈને રાહતનો શ્વાસ લીધો છે. હવે વિદ્યાર્થીઓ વેબસાઇટમાં મારફતે બાકી અભ્યાસ પૂરો કરી શકશે. આ યુનિવર્સિટીમાં ગુજરાતના 40 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.

Related posts
REGIONALગુજરાતી

ગુજરાતના બ્રાહ્મણ કુમારોએ લવ-કુશની જેમ કંઠસ્ત કર્યો રામ રક્ષા સ્તોત્ર

અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામમાં ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શિલાન્યાસ કરવામાં આવશે. ત્યારે ગુજરાતના લુવાણાડાના બ્રાહ્મણ કુમારોએ રામ…
NATIONALPM ModiREGIONALગુજરાતી

અયોધ્યાએ તમામને એક કર્યાઃ ઉમા ભારતી

દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં સાધ્વી ઉમા ભારતી પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે રામ મંદિરના નિર્માણને લઈને ખુશી…
NATIONALPM ModiREGIONALગુજરાતી

મારા હ્યદય નજીકનું એક સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છેઃ અડવાણી

દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના નિર્માણનુ ગણતરીના કલાકોમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ કરવામાં આવશે. તે પહેલા જ વર્ષોથી રામ…

Leave a Reply