1. Home
  2. ગુજરાતી
  3. નોર્થ કેલિફોર્નિયામાં હેલોવિનની ડરાવની રાત- નાઈટ પાર્ટીમાં થયેલા ગોરીબાળમાં 4ના મોત
નોર્થ કેલિફોર્નિયામાં  હેલોવિનની ડરાવની રાત- નાઈટ પાર્ટીમાં થયેલા ગોરીબાળમાં 4ના મોત

નોર્થ કેલિફોર્નિયામાં હેલોવિનની ડરાવની રાત- નાઈટ પાર્ટીમાં થયેલા ગોરીબાળમાં 4ના મોત

0

નોર્થ કેલિફોર્નિયામાં હેલોવિનની રાતે ગોળીબાર થવાની ઘટના બનવા પામી હતી,જેમાં કુલ 4 લોકોના મોત થયા છે તો કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે,કોન્ટ્રા કોસ્ટા કાઉંટી શેરિફ ઓફિસે ટ્વિટ કરીને ઘટનાની જાણ કરી હતી.આ ટ્વિટ મુજબ કોન્ટ્રા કોસ્ટા કાઇંટી શેરીફ ઓફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે, ઘટના ઓરિંડામાં બની છે,જેમાં પોલીસ સાથે મળીને તેઓ આ ઘટના અંગે તપાસ કરી રહ્યા છે.

જો કે,આ વિભાગે ગોળીબારને લઈને કોઈ પણ પ્રકારની બીજી માહિતી આપવાનો ઈનકાર કર્યો છે,ઉલ્લેખનીય છે કે,કેજીઓ-ટીવી એ ઘટના સ્થળના કેટલાક વીડિયો પોસ્ટ કર્યા હતા જેમાં ઘાયલોને એમ્બ્યૂલન્સમાં લઈ જતા જોવા મળ્યા હતા,આ વીડિયોમાં પોલીસ પણ ઘાયલોની મદદે આવતા જોવા મળી હતી.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઘટના વિશે જન સુચના અધિકારી, સવાર બાદ આ વિષય પર જાણકારી આપશે,જો કે તે માટેનો ચોક્કસ સમય તેમણે જણાવ્યો નથી,આ પહેલા લોસ એન્જિલિસમાં હેલોવીન પાર્ટી દરમિયાન થયેલા ગોળીબારમાં 3 લોકોના મોત નિપજ્યા હતા.

દક્ષિણ લોસ એન્જિલિસમાં હેલોવીન પાર્ટી દરમિયાન થયેલા ગોળીબારમાં ત્રણ લોકો મોતને ભેટ્યા છે,તો 9 લોકોના ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે,જો કે આ ઘટના મંગળવાર સાંજની છે,સ્થાનિક ટીવી સમાચાર ચેનલોના ફૂટેજમાં લોન્ગ બીચ સ્થિત મકાન અને સલુનના વચ્ચે એક જગ્યા પર ઘાયલોની સારવાર કરતા ડોક્ટરોન જોવા મળ્યા હતા.સીબીએસ ચેનલ મુતાબીક પડોશીઓએ જણાવ્યું કે,હેલોવીન પાર્ટી દરમિયાન ગોરીબાળની ઘટના બની હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.