in ,

ગુજરાતમાં જામ્યું ચોમાસુઃ હાલોલમાં ચાર કલાકમાં 3 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં મેગાસિટી અમદાવાદ સહિત અનેક સ્થળો ઉપર અષાઢી બીજા પાવન પર્વ પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતા રાજ્યના પ્રજા જગન્નાથમય બની છે. બીજી બાજુ મેઘરાજાએ પણ હેત વરસાવી હતી. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો. જ્યારે પંચમહાલમાં મેહુલીયો મનમુકીન વરસ્યો હતો. હાલોલમાં ફક્ત 4 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જાંબુઘોડામાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. પંચમહાલમાં વરસાદને પગલે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પર બિરાજમાન માતાજીના દર્શન કરવા જવાના પગથીયા પર વરસાદી પાણી પહેતા થયા હતા.

અમદાવાદમાં સવારથી જ વાતાવરણ વાદળછાયુ રહ્યું હતું અને અનેક વિસ્તારમાં ઝરમર-ઝરમર વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં પણ સવારથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું હતું. મધ્ય ગુજરાતમાં પંચમહાલના હાલોલમાં ચાર કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જાંબુઘોડામાં સવા બે ઇંચ વરસાદ, ગોધરામાં સવા ઇંચ, પંચમહાલ શહેરમાં 13 મીમી, કાલોલમાં 11મીમી, મોરવામાં 11મીમી વરસાદ પડ્યો હતો. હાલોલમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

સુરત જિલ્લામાં ચાર કલાકમાં બારડોલીમાં 15 મીમી, પલસાણામાં 5 મીમી, ઉમરપાડામાં 6 મીમી, સુરત શહેરમાં 9 મીમી વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં બનસાકાંઠા જિલ્લામાં 24 કલાક દરમિયાન સારો વરસાદ પડ્યો છે. અમીરગઢમાં 45 મીમી, દાંતામાં 14 મીમી, દાંતીવાડામાં 22 મીમી, ધાનેરામાં 74 મીમી, દિયોદરમાં 13 મીમી, ડીસામાં 60 મીમી, કાંકરેજમાં 09 મીમી, પાલનપુરમાં 28 મીમી, વાવમાં 02 મીમી, લાખણીમાં 46 મીમી અને વડગામમાં 05 મીમી વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતો પણ વાવણીમાં જોતરાયા છે તેમજ જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જો તમને કે તમારા બાળકોને નખ ચાવવાની આદત હોય તો સુધારી લેજોઃ આ આદત બિમારી નોતરે છે

નર્મદા ડેમમાંથી ખેતી માટે મેઈન કેનાલમાં છોડાયું પાણી