1. Home
  2. ગુજરાતી
  3. હરભજન સિંહે સૈમસનને ટીમમાંથી બહાર કાઢવા પર ઉઠાવ્યા સવાલ- ગાગુંલી સામે સિલેક્શન કમિટિ બદલવાની કરી માંગ
હરભજન સિંહે સૈમસનને ટીમમાંથી બહાર કાઢવા પર ઉઠાવ્યા સવાલ- ગાગુંલી સામે સિલેક્શન કમિટિ બદલવાની કરી માંગ

હરભજન સિંહે સૈમસનને ટીમમાંથી બહાર કાઢવા પર ઉઠાવ્યા સવાલ- ગાગુંલી સામે સિલેક્શન કમિટિ બદલવાની કરી માંગ

0
  • હરભજન સિંહએ સિલેક્શન કમિટિ પર ઉઠાવ્યા સવાલ
  • ગાગુંલી સામે સિલેક્શન કમિટિ બદલવાની માંગ કરી
  • કહ્યું-કમિટિમાં દિગ્ગજ લોકોની જરુર છે
  • શશી શરુરના ટ્વિટ પર કર્યું હરભજન સિંહએ ટ્વવિટ
  • હરભજન સિંહે સૈમસનને હટાવવા પર નારાજગી વ્યક્ત કરી

ભારતીય સ્પિન બોલર હરભજન સિંહએ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પાસે સિલેક્શન કમિટિને બદલવાની માંગણી કરી છે,હરભજન સિંહએ સંજુ સૈમસનને સિલેક્શન કમિટિએ ટીમમાંથી બહાર નિકાળવાનો જે નિર્ણય લીઘો છે તેના પર સવાલ ઉઠાવ્યા છે.હરભજન સિંહે કહ્યું કે,મને લાગે છે કે,પસંદકર્તા સંજુ સૈમસનની રાહજોવાની ક્ષમતાની પરિક્ષા લઈ રહ્યા છે,હવે પસંદકર્તાના પદ માટે દિગ્ગજ લોકોની આવશક્તા છે,આશા છે કે દાદા જરુરિયાતને પુરી કરશે.

સિલેક્શન કમિટિએ બાંગલાદેશના વિરુઘ ટી-2- સીરીઝમાં સંજુ સૈસમેનને વિરાટ કોહલીના રામ લેવા પર ટીમમાં આવવાની તક આપી હતી,પરંતુ તેઓને એક પણ મેંચ રમવા દેવામાં આવી નથી,અને હદ તો એ વાતની થઈ જ્યારે સિલેક્શન કમિટિએ વેસ્ટઈન્ડિઝ સામે આવનાર ડિસેમ્બર મહિનામાં રમાનારી વન-ડે ને ટી-20 સીરીઝ માટે સંજુ સૈમસનને ટીમમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યો અર્થાત તે  માટે તેની પસંદગી કરવામાં નથી આવી.

સિલેક્શન કમિટિએ સંજુ સૈમસનને એક પણ મેચ રમાડ્યા વિના જ ટીમમાંથી બહાર કાઢી નાખ્યો,જે અનેક સવાલ ઊભા કરે છે,ત્યાર બાદ હરભજન સિંહએ શશિ થરુરના ટ્વિટ પર ટેગ કરતા ટ્વિટર કરી લખ્યું કે, “મને લાગે છે કે તેઓ તેનું દિલ જોઈ રહ્યા છે,પસંદકર્તા કમિટિમાં બદલાવ થવો જોઈએ,અહિ મજબુત લોકોની જરુરત છે,શા છે કે દાદા સૌરવ ગાંગુલી આમ કરશે”

સૈમસનને ટીમમાંથી બહાર કઢાયા બાદ તિરુવંનતપુરમથી કોંગ્રેસના સાંસદ શશિ થરુરે નિરાશા વ્યક્ત કરતા ટ્વિટ કર્યું હતું કે, “સંજુ સૈમસનને એક પણ તક આપ્યા વગર જ હટાવવામાં આવ્યો છે,આ વાતથી ઘણી નિરાશા અનુભવુ છું,તે ત્રણ ટી-20 મેંચોમાં ઇનિંગ્સ આપતો જોવા મળ્યો હતો,શું તેઓ તેમની બલ્લેબાજી જોઈ રહ્યા હતા કે તેનું દિલ”

ઉલ્લેખનીય છે કે, વેસ્ટીન્ડિઝ સામે ત્રણ મેંચોની ટી-20 સીરીઝ 6 ડીસેમ્બરથી 11 ડીસેમ્બર સુઘી રમાનાર છે,ત્યાર બાદ બન્ને ટીમ 15 ડીસેમ્બરથી 22 ડીસેમ્બર સુઘી ત્રણ મેંચોની વન-ડે સીરીઝ વનડે રમશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.