1. Home
  2. Political
  3. કોંગ્રેસમાં સામેલ થશે હાર્દિક પટેલ, લોકસભાની ચૂંટણી લડશે
કોંગ્રેસમાં સામેલ થશે હાર્દિક પટેલ, લોકસભાની ચૂંટણી લડશે

કોંગ્રેસમાં સામેલ થશે હાર્દિક પટેલ, લોકસભાની ચૂંટણી લડશે

0

ગુજરાતમાં ચાલેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલના ટૂંક સમયમાં કોંગ્રેસમાં સામેલ થવાની શક્યતા છે અને રાજ્યની જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી સંભાવના છે. કોંગ્રેસ સૂત્રોનું માનવું છે કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડે તેવી પ્રબળ સંભાવના છે.

અહેવાલો છે કે ગુજરાતમાં પાટીદાર સમુદાય માટે અનામતની માગણીને લઈને આંદોલનની આગેવાની કરી ચુકેલા હાર્દિક પટેલ 12મી માર્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરે તેવી સંભાવના છે.

હાર્દિક પટેલ જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી સંભાવના છે. આ બેઠક પરથી હાલ ભાજપના નેતા પૂનમબહેન માડમ સાંસદ છે. હાર્દિક પટેલ અમદાવાદમાં કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક વખતે પાર્ટીમાં સામેલ થાય તેવી સંભાવના છે.

સૂત્રોનું કહેવું છે કે બેઠક બાદ પાર્ટીના ટોચના નેતા ત્યાં એક જાહેરસભાને પણ સંબોધિત કરશે. ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે અને કોંગ્રેસ રાજ્ય પર પુરું ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સત્તારુઢ ભાજપને પાર્ટીએ અહીં ટક્કર આપી હતી.

2015માં જ્યારે હાર્દિક પટેલે પાટીદાર આંદોલનની આગેવાની કરી હતી. ત્યારે લોકો તેને વિકલ્પ તરીકે જોતા હતા. કેટલાક સમય પહેલા હાર્દિક પટેલે એલાન કર્યું હતું કે તે આગામી ચૂંટણીમાં લોકોની વચ્ચે હશે. પરંતુ કઈ પાર્ટીના ચૂંટણીચિન્હ પર તેઓ ચૂંટણી લડશે તેના સંદર્ભે તેણે કંઈ જણાવ્યું ન હતું.

ઓબીસી અનામતના મુદ્દા પર હાર્દિક પટેલે ગુજરાતની ભાજપની સરકારનો વિરોધ કર્યો હતો. તેમણે 2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું સમર્થન કર્યું હતું.

LEAVE YOUR COMMENT