in ,

મૉબ લિંન્ચિંગનો શિકાર બનેલા હરિશના અંધ પિતાએ કરી આત્મહત્યાઃદલિત સમાજમાં રોષ

રાજસ્થાનના પહેલૂ ખાન મૉબ લિન્ચિંગ કેસમાં મુખ્ય મંત્રી અશોક ગહલોત છેલ્લા ત્રણ દિવસથી આ કેસમાં ફરી અરજી કરવાની વાત કરી રહ્યા છે ત્યારે અલવરની જ એક બીજી મૉબ લિન્ચિંગની ઘટના પર હંગામો શરુ થયો છે, દલિત યૂવક હરીશ જાટવની મૉબ લિન્ચિંગની ઘટનામાં થયેલી મોત પછી આરોપીઓની ઘરપકડ ન થવાને કારણે અને આરોપી દ્રારા મળતી કેસ પરત લેવાની ધાક ધમકીને લીધે ગુરવારના મૃતક હરિશના અંધ પિતા રત્તીરામ જાટવે આત્મ હત્યા કરીને મોતને વ્હાલું કર્યું હતું.

ત્યાર બાદ પોલીસ અધિકોરીઓ દ્વારા આ વિશે તપાસ કરવામાં આવી રહી છે અને મૃતક રત્તીરામના  મૃતદેહને પોસ્મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.આ મૉબ લિન્ચિંગ કેસમાં પોલીસની લાપરવાહી અને મજબુર પિતાની આત્મહત્યાના સમાચાર ફેલાતા દલિત સમાજના લોકો ટપૂકડામાં ભેગા થઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારે  આ વાતને લઈને બીજેપી અને બસપાના નેતા પણ ટપૂકડા આવી પહોચ્યા હતા, દલિત સમાજનો આક્રોશ જોતા મોટા પ્રમાણમાં અહી પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

ત્યારે રત્તીરામ આત્મહત્યા કેસને લઈને બહુજન સમાજવાદી પાર્ટીના સાંસદોનો એક કાફલો ડીજીપીને મળીને દોષિત પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી, ત્યારે તિજારા સાંસદ સંદિપ યાદવ સહિત 6 બસપાના સાંસદોએ આ મામલે ચિંતા જતાવી હતી, બસપાના સાંસદ મુખ્યમંત્રી અશોક ગહલોતને મળીને આ મામલાની સંપૂર્ણ તપાસ કરવાની માંગ કરી હતી.

મૉબ લિન્ચિંગના કેસમાં પોતાના પુત્રની હત્યાથી હતાશ અને નિરાશ થયેલા રત્તીરામે આત્મ હત્યાના પાછળ હત્યારાઓની ઘરપકડ ન કરવાનું કારણ અને કેસ પરત લેવાની ધમકી મળતી હોવાનું જણાવ્યું છે, મૉબ લિન્ચિંગનો શિકાર બનેલા હરિશના આંધળા પિતાએ વારંવાર પોતાના પૂત્રને ન્યાય મળે તે માટે અલવર પોલીસ પાસે મદદ માંગી હતી પરંતુ પોલીસ તરફથી તેમને કોઈ પણ પ્રકારની મદદ મળી નહોતી જેને લઈને તેઓ એ આત્મહત્યાનો માર્ગ આપનાવ્યો.

 ઉલ્લેખનીય છે કે  અલવર જિલ્લાના ભિંવાડીના ખીવા ગામના રહેવાસી દલિત યુવક હરીશ જાટવનું 17 જુલાઇના રોજ મોબ લિંન્ચિંગની ઘટનામાં મોત નીપજ્યું હતું. આરોપીની ધરપકડ અને આરોપીઓના પરિવારજનો દ્વારા મળી રહેલી ધમકીઓથી કંટાળીને આંધળા દલિત પિતા રત્તીરામ જાટવે ગુરુવારે આત્મહત્યા કરી લીધી હતી.

આ હરિશ જાટવ મૉબ લિન્ચિંગ ઘટનામાં તેના સાગા ભાઈ દિનેશ જાટવે જણાવ્યું હતું કે ફાલસા ગામમાં બાઇકની ટક્કર બાદ મહિલાનું મોત થતા તેના ભાઇ હરિશને ખુબ જ  માર મારવામાં આવ્યો હતો જેમાં તેની હાલત ગંભીર જણાતા. ત્યાંથી તેમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો , ત્યા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

પીડિત દલિત પરિવારના જણાવ્યા મુજબ અલવર પોલીસ આ કેસને અકસ્માત ગણાવવાના પ્રયત્નોમાં વ્યસ્ત હતી,તેનો વિરોધ કરતા આઈજીની આદેશથી 302 માં ખૂનનો કેસ નોંધવામાં આવ્યો હતો અને પોલીસની ભલામણથી જિલ્લા વહીવટીતંત્રે મૃતકના પરિવારને 4 લાખ 12 હજાર રૂપિયાની સહાય આપી હતી.એનો અર્થ એ થયો કે પોલીસે પરોક્ષ રીતે આ ઘટનાને મૉબ લિંન્ચિંગની  ઘટના તરીકે સ્વીકારી જ હતી. પરંતુ આ પછી પણ પોલીસે આરોપીની ધરપકડ કરી ન હતી અને રત્તીરામને આરોપી પક્ષ દ્વારા કેસ પાછો ખેંચવાની ધમકીઓ મળી રહી હતી,જેના દબાણથી અને ધમકીઓથી કંટાળીને મૉબ લિંન્ચિંગના મામલે પોતાના પૂત્ર હરિશને ન્યાય ન મળતા તેના અંધ પિતા રત્તીરામે આત્મહત્યા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

સુરતમાં ઉછીના આપેલા નાણાંની ઉઘરાણી કરનારા યુવાનની મિત્રએ કરી હત્યા

સરકાર વધારી ચુકી છે યુનિફોર્મ સિવિલ કોડ તરફ પગલું, ઝડપથી થશે લાગુ: સંજય રાઉત