1. Home
  2. Political
  3. પાકિસ્તાનના એજન્ટ છે નવજોતસિંહ સિદ્ધૂ : હરસિમરત કૌર
પાકિસ્તાનના એજન્ટ છે નવજોતસિંહ સિદ્ધૂ : હરસિમરત કૌર

પાકિસ્તાનના એજન્ટ છે નવજોતસિંહ સિદ્ધૂ : હરસિમરત કૌર

0

લોકસભા ચૂંટણી 2019 માટે રાજકીય પક્ષ એકબીજાની ઘેરાબંધી કરવામાં લાગેલા છે. રાજકીય પક્ષ પોતાના ભાથાંમાંથી રાજકીય તિરંદાજી માટેના નીતનવા તીર દ્વારા નિશાન સાધી રહ્યા છે. તેની સાથે જૂના મુદ્દાઓને પણ ઉઠાવાઈ રહ્યા છે.

શિરોમણિ અકાલીદળે નવજોતસિંહ સિદ્ધૂને પાકિસ્તાનના એજન્ટ ગણાવ્યા છે. શિરોમણિ અકાલી દળના નેતા હરસિમરત કૌરે કહ્યુ છે કે દેશની સામેના તમામ પ્રકારના પડકાર માટે માત્ર કોંગ્રેસ જ જવાબદાર છે. દેશની જનતાએ આ સચ્ચાઈને સમજતા કોંગ્રેસ વિરુદ્ધ મત આપવાની જરૂરત છે.

કરતારપુર કોરિડોર મામલે નવજોતસિંહ સિદ્ધૂના નિવેદન પર હરસિમરત કૌરે કહ્યુ છે કે એ વાત સાચી છે કે તેમણે ઈમરાન ખાનની સરકાર તરફથી કામ કર્યું. પરંતુ એબધું તેઓ કેમ ભૂલી જાય છે કે કોની કેબિનેટે આના સંદર્ભે આદેશ પારીત કર્યો હતો. તેઓ કંઈપણ કહી શકે છે, જે કંઈ તેઓ કહેવા ચાહે છે, તે કહે. પરંતુ સચ્ચાઈ એ છે કે તેઓ (સિદ્ધૂ) પાકિસ્તાનના એજન્ટ છે અને આવી સ્થિતિમાં તેમની પાસે પાકિસ્તાનના સમર્થનમાં બોલવા સિવાય અન્ય કોઈ માર્ગ શું બાકી બચ્યો છે?

હરસિમરત કૌર બાદલના નિવેદન પર નિશાન સાધતા સિદ્ધૂના પત્ની નવજૌત કૌર સિદ્ધૂએ ખૂબ ભડાશ કાઢી છે. તેમણે કહ્યું છે કે કરતારપુર કોરિડોર ખુલવો ગુરુનાનક દેવજીની ઈચ્છા અને શીખ સમાજની પ્રાર્થનાથી સંભવ થઈ શક્યું છે. તેઓ પહેલા જ કહી ચુક્યા છે કે આના માટે તેઓ જશ લેવા માંગતા નથી. આવા પ્રકારના લોકોએ પોતાના નિવેદનો પર શરમ અનુભવવી જોઈએ.

પંજાબમાં લોકસભા ચૂંટણી વખતે શિરોમણિ અકાલી દળ અને ભાજપના ગઠબંધન સામે કોંગ્રેસની સીધી લડાઈ છે. આ રાજકીય ઘટનાક્રમો વચ્ચે અકાલી દળના નેતા હરસિમરત કૌરે નવજોતસિંહ સિદ્ધૂ, ઈન્દિરા ગાંધી અને જવાહરલાલ નહેરુ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે પંજાબના વિભાજન માટે જવાહરલાલ નહેરુનો નિર્ણય જવાબદાર છે. પંજાબની સીમામાં બે કિલોમીટરનો વધારો થઈ શક્યો હોત. ત્યાર બાદ શીખોને દબાવવા અને તેમના મનોબળને તોડવા માટે ઈન્દિરા ગાંધીએ સુવર્ણ મંદિર પર હુમલો કર્યો હતો.  

હરસિમરત કૌરે શીખ સમાજને અપીલ કરતા કહ્યું છે કે તમને 1984ના શીખ વિરોધી હુલ્લડોમાં ન્યાય મળી ચુક્યો છે. કરતારપુર સાહિબ કોરિડોરની ભેંટ મળી છે. જો તમે પીએમ અને આ સરકારની સાથે તમે ઉભા નહીં રહો, તો તેઓ ભરોસાની સાથે કહી શકે છે કે કોંગ્રેસ અને ગાંધી પરિવાર વાતચીત અને આતંકવાદના બહાને પંજાબના વિકાસને પાટા પરથી ઉતારી દેશે.

tags:

LEAVE YOUR COMMENT