in ,

ગીર સોમનાથમાં 8 ઇંચ વરસાદથી હિરણ નદીમાં પુરની સ્થિતિ

અમદાવાદઃ ગુજરાતમાં વાયુ વાવાઝોડાનું ખતરો ટળ્યો છે પરંતુ વાવાઝોડાની અસરને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જનજીવનને પણ અસર થઈ છે. ગીરસોમનાથમાં 8 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણએ હિરણ નદી ગાંડીતૂર બની છે.

ગુજરાતને ધમરોળવા માટે આગળ વધી રહેલા વાયુ વાવાઝોડાએ અચાનક જ પોતાની દિશા બદલી હતી. જો કે તેની અસર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો પર પડી રહી છે. તેમજ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. રાજકોટમાં ગોંડલ સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.. રાજકોટમાં પણ વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડતા વીજપુરવઠો ખોરવાયો હતો. ત્યારે અમરેલી જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગીરસોમનાથમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. ભારે વરસાદના કારણે હિરણ નદીં બે કાંઠે વહેવા લાગી છે. તેમજ નદી કાંઠાના લોકોને સલામત સ્થળે ખસી જવા તાકીદ કરવામાં આવી છે.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5Gના યુગનું કાઉન્ટડાઉન શરૂ, મોદી સરકાર સ્પેક્ટ્રમની હરાજીથી એકઠા કરશે 6 લાખ કરોડ

ફોર્બ્સ: દુનિયાની 2000 મોટી કંપનીઓમાં માત્ર 57 ભારતીય કંપનીઓ, ટોપ-200માં રિલાયન્સનો જ સમાવેશ