1. Home
  2. Regional
  3. બદલાયેલા સ્વરૂપ સાથે વાયુ વાવાઝોડું નલિયા-લખપતના તટ સાથે ટકરાશે, કચ્છમાં વરસાદી માહોલ
બદલાયેલા સ્વરૂપ સાથે વાયુ વાવાઝોડું નલિયા-લખપતના તટ સાથે ટકરાશે, કચ્છમાં વરસાદી માહોલ

બદલાયેલા સ્વરૂપ સાથે વાયુ વાવાઝોડું નલિયા-લખપતના તટ સાથે ટકરાશે, કચ્છમાં વરસાદી માહોલ

0

ભુજ: વાયુ વાવાઝોડું નબળું પડયું છે અને તે ડીપ ડિપ્રેશન સ્વરૂપે મોડી સાંજ સુધીમાં નલિયા અને લખપતના દરિયા કાંઠા વિસ્તારમાં ટકરાશે. હવમાન વિભાગે આના સંદર્ભે જાણકારી આપી છે. બપોરે આ સિસ્ટમ ભુજથી દક્ષિણ-પશ્ચિમમાં 550 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં સ્થિર છે.

તો બીજી તરફ વાયુની જિલ્લાભરમાં અસર વર્તાઈ રહી છે. સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. કાંઠવાળા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભચાઉના ગામડા, માંડવી, અંજાર અને દૂધઈ, બન્ની વિસ્તારમાં સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

ભુજ હવામાન કચેરીનું કહેવું છે કે આજે સોમવારે આ સિસ્ટમ વહેલી સવારે યુ ટર્ન મારી કચ્છના કાંઠા તરફ ગતિ કરશે. મોડી સાંજ સુધી નલિયા આસપાસ લેન્ડફોલ કરી કાંઠે ટકરાયા બાદ ઉતર ગુજરાતનો કાંઠો પસાર કરી દક્ષિણ રાજસ્થાન પહોંચશે. કચ્છના મોટાભાગના વિસ્તારમાં સંભવત આજે વરસાદી ગતિવિધિ શરૂ થઇ જશે. 45થી 65 કિ.મીની ઝડપે પવન સાથે મધ્યમથી ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. વરસાદનું પ્રમાણ 3થી 8 ઇંચ સુધી રહેવાની ધારણા છે.

હાલ કચ્છમાં એનડીઆરએફની 3 ટીમ નલિયા, ગાંધીધામ અને માંડવીમાં તેનાત છે. પવન સાથે ભારે વરસાદની આગાહી જોતાં ભુજ ખાતે એનડીઆરએફની વધુ 2 ટુકડીને સ્ટેન્ડ બાય રાખવા સાથે બીએસએફની 2 ટીમને પણ એલર્ટ પર રખાઇ છે. વરસાદની આગાહીના પગલે તંત્ર કોઇ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા સતર્ક હોવાનો દાવો કરાયો છે.

હંમેશા પ્રવાસીઓથી ધમધમતા માંડવી બીચ હાલ વાયુ વાવાઝોડાંના કારણે સુમસામ માહોલ દેખાઈ રહ્યો છે. તેમાં પણ રવિવારે વાયુ વાવાઝોડાના રિટર્નના પગલે કિનારે તેજ પવન સાથે સમુદ્રના પાણી આવી ચડ્યા હતા. બીચ પર પોલીસ પ્રવેશ બંધી હોવાથી લોકો જઈ શક્યા ન હતાં. આવી રીતે બે દિવસ સુધી બીચ પર પ્રવેશ પ્રતિબંધ મુકાયો છે. જિલ્લાના કાંઠાના દરિયામાં આજ પ્રકારનો કરંટ જોવા મળવા સાથે ઊંચા મોજા ઉછળ્યા હતા. બંદર પર 2 નંબરનું સિગ્નલ યથાવત રખાયું છે. આ તરફ કોટેશ્વરમાં પણ તકેદારીના ભાગરૂપે સનસેટ પોઇન્ટ પર જવાની પાબંદી લંબાવી દેવાઇ છે. કોટેશ્વર અને નારાયણસરોવરમાં સહેલાણીઓની સંખ્યા ઘટી જતાં સુનો માહોલ દેખાઈ રહ્યો છે.તો નલિયામાં પવનના કારણે એક ઝાડ પડી જતાં થોડી દોડધામ મચી ગઇ હતી.

વાયુ વાવાઝોડું રિટર્ન થતા તેની અસર હવે કચ્છમાં દેખાઇ રહી છે. એક બાજુ જિલ્લામાં વરસાદની આગાહી છે ત્યારે દરિયા કિનારે આવેલા ગામોમાં વેગીલો પવન શરૂ થયો છે. નલિયામાં જેના પગલે એક વૃક્ષ તૂટી પડ્યો હતો તો માંડવીમાં દરિયાના મોજાં દૂર સુધી આવી ચડ્યા હતાં.

tags:

LEAVE YOUR COMMENT