1. Home
  2. ગુજરાતી
  3. દુબઈમાં ભારે વરસાદ-દુનિયાના સૌથી મોટા શોપિંગ મૉલમાં પાણી જ પાણી
દુબઈમાં ભારે વરસાદ-દુનિયાના સૌથી મોટા શોપિંગ મૉલમાં પાણી જ પાણી

દુબઈમાં ભારે વરસાદ-દુનિયાના સૌથી મોટા શોપિંગ મૉલમાં પાણી જ પાણી

0

‘ઘ દુબઈ મૉલ’ વિશ્વમાં ખુબ જ પ્રખ્યાત મૉલ છે, જ્યા શોપિંગ કરવા માટે દુનિયાભરમાંથી લોકો આવતા હોય છે,12 મિલિયન સ્કેવરમાં બનાવવામાં આવેલો આ મૉલ દુનિયાનો સૌથી મોટો મૉલ છે,અંદાજે આ મૉલમાં 13 હજાર આઉટલેટ્સ છે,જો કે રવિવારના રોજ થયેલા ભારે વરસાદને પગલે આ  મૉલની તસ્વીર કંઈક જુદી જ જોવા મળી હતી,ભારે વરસાદના પગલે મૉલ ટાપુમાં ફેરવાયો હતો.

સમગ્ર મૉલમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા,જાણે મૉલ પાણીમાં બનાવ્યો હોય તેના દ્રશ્ય સર્જાયા હતા.

સોશિયલ મીંડિયા પર અનેક લોકોએ  મૉલનો વીડિયો અપલૉડ કર્યો હતો,આ વીડિયોમાં જોવા મળે છે કે,અનેક મોટા માટા બ્રાન્ડેડ શોરુમોમાં પાણી ભરાય ચૂક્યા છે, તે ઉપરાંત મૉલની ઉપરની છતમાંથી પણ સતત પાણી ટપકતું દેખાઈ છે.

આ દર્શ્ય જોતા એમ લાગી રહ્યું કે મૉલમાં પૂર આવ્યું છે,પાર્કિંગમાં પણ દરેક જગ્યો પાણીથી ભરાયેલી જોવા મળી રહી છે.જો કે  મૉલને બંઘ રાખવાની જરુરત પડી નહોતી,થોડી જ વારમાં આ મોલમાંથી પાણી બહાર કાઢીને મૉલની સફાઈ કરી દેવામાં આવી હતી,જો કે તે પહેલાની સ્થિતિ જોઈને દરેક લોકો હેરાન થયા હતા.કારણ કે સામાન્ય રીતે દુબઈમાં ખુબ જ ઓછો વરસાદ થતો હોય છે પરંતુ ગઈકાલે વરસેલા અચાનક વરસાદથી લોકોમાં કુતુહલ સર્જાયુ હતું.
અને વરસાદનું પાણીમાં મૉલમં પ્રવેશ્યુ હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.